SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્લેપાષ્ટક- ૧૧ उ४७ સૂચિ (એટલે કપડું સાંધવાની સોય) જો સૂત્ર (દોરા) સાથે હોય તો કચરામાં પડી ગઈ હોય તો પણ ખોવાઈ જતી નથી. મળી આવે છે. તેમ આ જીવ પણ સૂત્ર સાથે (જ્ઞાનગુણ સાથે) હોય તો સંસારમાં ગયો હોય તો પણ નાશ પામતો નથી, ખોવાઈ જતો નથી. થોડા જ કાલમાં તુરત ઉપર આવી જાય છે. ગૌણ-મુખ્યતાની આ જ વાત ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે કે – બને નયો સાથે જ રાખવાના છે. છતાં એક-એકની જે ગણ-મુખ્યતા કરવાની કહી છે તે ભૂમિકાના ભેદથી જાણવી. સાધ્ય સિદ્ધ કરવા માટેની સાધના કરનારા જીવની પાત્રતાના કારણે ગૌણ-મુખ્યતા છે. સાધના કરવાના અવસરે જીવની જેટલી જેટલી અને જેમ જેમ પાત્રતા પાકતી જાય છે તેટલી તેટલી અને તેમ તેમ સાધના બદલાતી જાય છે. જેમ નાના બાળકને ચાલતાં શીખવાડવું હોય ત્યારે ત્રણ પૈડાં વાળી ઠેલણગાડી જરૂરી છે. પરંતુ જ્યારે તે બાળક સ્વયં ચાલતું થઈ જાય છે ત્યારે ઠેલણગાડીનો ત્યાગ જ જરૂરી બને છે. સ્કુલમાં સરવાળા-બાદબાકી ભણવાં હોય ત્યારે મણકાવાળી સ્લેટ કામની હોય છે. પરંતુ સરવાળાબાદબાકી આવડી જાય પછી તેનો ત્યાગ જ જરૂરી બને છે. આમ ધ્યાનાદિના અવસરે એટલે કે ઉંચી ભૂમિકામાં જ્ઞાન મુખ્ય છે અને તેના પૂર્વકાલમાં સાધનાની પૂર્વભૂમિકામાં ક્રિયા મુખ્ય છે. આ રીતે બાલજીવોને સામાયિક-પ્રતિક્રમણ-તપ-દેવપૂજા-દેવદર્શન-વૈયાવચ્ચ આદિ ક્રિયામાર્ગ વધારે ઉપકારી છે. અને તે બાલજીવ જેમ જેમ આ કાર્યમાં લીન થતો જાય છે તેમ તેમ વય વધતાં તત્ત્વજ્ઞાન-શાસ્રાધ્યયન-એકાન્તમાં ચિંતન-મનન ઈત્યાદિ કાર્યો તેને મુખ્ય બને છે. આ રીતે જ્યાં જ્યાં જે જે સાધનસામગ્રી કાર્ય કરનારી બને છે. ત્યાં ત્યાં તે તે સાધનસામગ્રી પ્રધાન કરવી. જેમાં અમદાવાદથી મુંબઈ જવું હોય તો અમદાવાદમાં પોતાના ઘરથી રીક્ષા લેવી પડે છે. પણ સ્ટેશન આવે એટલે રીક્ષાને છોડીને ટ્રેન પકડવી પડે છે. મુંબઈ આવે ત્યારે ટ્રેન છોડીને ટેક્ષી લેવી પડે છે. જ્યારે પોતાનું એપાર્ટમેન્ટ આવે ત્યારે ટેક્ષી છોડીને દાદર અથવા એલીમીટર લેવું પડે છે. તેમ સર્વત્ર યથાયોગ્યપણે સાધનસામગ્રી જોડવી જોઈએ. ભગવતીસૂત્રની ટીકામાં તથા પંચવસ્તુક પ્રકરણની ૧૭૨મી ગાથાનો સાક્ષીપાઠ આપતાં કહ્યું છે કે - જો તમે જૈનશાસનનો સ્વીકાર કરતા હો તો વ્યવહારનય અને નિશ્ચયનય એમ એકેયને તજશો નહીં.” અર્થાત્ બન્નેને સાથે જ રાખજો. કારણ કે એક વિના (વ્યવહાર વિના) તીર્થનો ઉચ્છેદ થાય છે અને અન્ય વિના (નિશ્ચય વિના) સત્યતત્ત્વનો ઉચ્છેદ થાય છે. માટે બને નયોને સાથે જ રાખજો. એકેને પણ છોડશો નહીં. આવું તત્ત્વ સમજ્યા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy