________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૩૫
હોય અને અનેક પ્રકારનાં વાજીંત્રો વાગતાં હોય ત્યારે તે નૃત્ય અને સંગીત તરફ લલચાયા વિના તે તરફ જોયા વિના એક પણ તેલનું બિંદુ ન પડે તે રીતે સર્વ રસ્તાઓમાં ફેરવીને પાછો અહીં લવાય તો જ હું તેને નહીં મારું, ફાંસી નહીં આપું.
જો તેલનું એક પણ બિંદુ નીચે પડશે તો આ પુરુષનું તે જ સમયે ત્યાં જ મૃત્યુ કરાશે. ચારે તરફ ઘણું નૃત્ય ચાલતું હોય, વિશિષ્ટ સંગીત વાગતું હોય, અનેક પ્રકારનાં વાજીંત્રો વાગતાં હોય તેની સાથે માથા ઉપર તેલનો પૂર્ણ ભરેલો થાળ લઈને શહેરના મુખ્ય મુખ્ય ત્રણ-ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં થઈને બહાર નીકળીને સમસ્ત નગરને પ્રદક્ષિણા આપીને તેલનું એક પણ બિંદુ પાડ્યા વિના જો આ પુરુષ પાછો આવશે તો જ હું તેની ફાંસી માફ કરીશ. આવું રાજાએ કડક નિવેદન કર્યું તો પણ જીવવાની ઈચ્છા અને આશાવાળા તે પુરુષે ઘણી જ સાવધાનીપૂર્વક તે કાર્ય સ્વીકાર્યું અને રાજાએ જેમ કહ્યું હતું તેવી જ રીતે અનેક માણસોથી ભરપૂર ભરેલા, ચારે તરફ જોવા માટે માણસોની ઘણી જ ભીડ જામી છે તેવા માર્ગો ઉપર થઈને તેલનો થાળ માથા ઉપર બરાબર ધારણ કરીને મન-વચન અને કાયાના એમ ત્રણે યોગની પરસ્પર અત્યંત એકતા કરવા પૂર્વક તેલનું એક પણ બિંદુ ન પડે તે રીતે નગરની પ્રદક્ષિણા કરીને પાછો આવ્યો અને ફાંસી ન થઈ. મૃત્યુમાંથી બચી ગયો.
આ પુરુષ જીવવાની ઈચ્છાથી અને મરણના ભયથી આવી કડક પરિસ્થિતિમાંથી કેટલી કેટલી સાવધાનીથી ચાલ્યો હશે કે જેના કારણે તેલનું એકબિંદુ પણ નીચે ન પડ્યું. તે જ રીતે સાંસારિક અનેક પ્રકારનાં સુખ અને દુઃખથી ભરપૂર ભરેલા આ સંસારમાં પણ પોતાના આત્માનું કલ્યાણ સાધવાના અર્થી અર્થાત્ મુક્તિની પ્રાપ્તિના અર્થી એવા આ મુનિ પણ આત્મસાધનાના કાર્યમાં પ્રમાદ રહિત થઈને મન-વચન-કાયાના યોગની એકતા કરીને પ્રવૃત્તિ કરે છે. ભવથી ઉદ્વેગ પામેલા મુનિ આત્મકલ્યાણ સાધવામાં કેવા અપ્રમત્ત હોય છે? તે વાત આ એક ઉદાહરણથી સમજાવી છે. હવે આ જ વાત બીજા એક ઉદાહરણથી પણ સમજાવે છે.
स्वयंवरे कन्यापरिणयनार्थी राधावेधोद्यतः स्थिरोपयोगयोगतया लघुलाघविकः स्थिरचित्तो भवति । तथा मुनिः भवभीतः संसारसंसरणगुणावरणादिमहादुःखाद् भीतः क्रियासु समितिगुप्तिकरणसप्ततिचरणसप्ततिरूपासु अनन्यचित्तः भवति । अन्यत्र - अपरभावे चित्तं - मनो यस्य स अनन्यचित्तः स्यात् एकाग्रमानसो भवति ।
उक्तञ्च
-
गाईज्जता सुरसुंदरीहिं, वाइज्जंता वि वीणमाईहिं । तह वि हु समसब्भावा, चिट्ठेति मुणी महाभागा ॥१॥