________________
૬૩૬
ભવોગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર
पव्वयसिलायलगया, भावसिएहिं कडुअफासेहिं । उज्जलवेयणपत्ता, समचित्ता हुंति निग्गंथा ॥२॥ आमिसलुद्धेण वणे, सीहेण य दाढवक्कसंगहिआ । तहवि हु समाहिपत्ता, संवरजुत्ता मुणिवरिंदा ॥३॥ ॥६॥
રાધાવેધ સાધવામાં જેમ પુરુષ ઉદ્યમશીલ હોય છે તેમ મુનિ આત્મસાધનામાં સ્થિરચિત્તવાળા થઈને ઉદ્યમશીલ હોય છે. ભૂતકાળમાં રાજાઓની કન્યાઓનો સ્વયંવર રચાતો હતો, રાજા પોતાની રાજકુંવરી માટે યોગ્ય બલિષ્ઠ વરરાજાની પ્રાપ્તિ માટે સ્વયંવર રચતા હતા, તમામ રાજકુંવરોને આમંત્રણ આપતા, બધા જ આવેલા રાજકુંવરો યથાસ્થાને બેસતા, જાહેરાત કરવામાં આવતી કે જે રાધાવેધ સાધશે તેને આ કન્યા પરણાવવામાં આવશે. આવા પ્રકારના સ્વયંવરમાં કન્યાને પરણવા માટે આતુર એક એક રાજકુંવર રાધાવેધને સાધવામાં ઉદ્યમશીલ બનતા, અતિશય સ્થિર ઉપયોગવાળા અને અતિશય સ્થિર યોગવાળા થઈને લઘુલાઘવિકી કળાયુક્ત થઈને (એટલે કે બધાં જ ટેન્શનો છોડી દઈને અત્યન્ત હળવામાં હળવા થઈને) સ્થિરચિત્તવાળા તે રાજકુંવર રાધવેધ સાધવાવાળા બનતા.
નીચે તેલ ભરેલું મોટું કરાયું હોય, તેની બરાબર વચ્ચે ઉભો એક સ્તંભ કરવામાં આવે, તે સ્તંભ ઉપર કંઈક ઊંચે ચાર જમણી બાજુ ફરતી અને તેનાથી કંઈક ઉપર ચાર ડાબી બાજુ ફરતી આઠ પુતળીઓ ગોઠવવામાં આવતી, તે આઠે પતળીઓની ઉપર ઉભી એક મોટી પુતળી (કે જેનું નામ રાધા પાડવામાં આવતું એવી પુતળી) ગોઠવવામાં આવતી. રાધાવેધ કરનારા પુરુષે ઉપર જોવાનું નહીં, નીચે તેલના કડાયામાં જ જોવાનું અને તે કડાયામાં ચાર જમણી બાજુ અને ચાર ડાબી બાજુ વેગથી ફરતી આઠ પુતળીઓનું અને ઉપરની રાધાનું પ્રતિબિંબ માત્ર દેખાય તે રીતે ઉભા રહીને નીચે જોઈને ઉપરની બાજુ બાણ એવી રીતે છોડવાનું કે જમણી-ડાબી વેગથી ફરતી પુતળીઓ વચ્ચે થઈ તે બાણ નીકળે અને નવમી રાધા નામની પુતળીની જમણી અથવા ડાબી (એમ નક્કી કરેલી એક) આંખને વધે તેનું નામ રાધાવેધ કહેવાય છે.
જમણી-ડાબી બાજુ વેગથી ફરતી ચાર ચાર પુતળીઓની વચ્ચે થઈને નીચે જોતાં બાણ મારવું અને તે આઠ ફરતી પુતળીઓની વચ્ચેથી બાણ કાઢવું તથા નવમી પુતળીની બરાબર આંખ વિંધવી આ કામ કેટલું કપરું છે? એકાગ્રપણે ઉપયોગ હોય, મન-વચનકાયાની પણ એકાગ્રતા-તન્મયતા હોય તો જ કોઈક બહાદુર પુરુષ જ સ્થિર ચિત્તવાળો થઈને આ કામ કરી શકે, સામાન્ય માણસનું આ કામ નથી, તેની જેમ ભવથી ભય પામેલા