________________
૬૧૦
કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
જ્ઞાનસાર જીવો આઠમા ગુણસ્થાનકથી બે રીતે ઉપર ચઢે છે. એક મોહને ઉપશમાવીને ચઢે છે તેને ઉપશમશ્રેણી કહેવાય છે અને બીજા જીવો મોહનો નાશ કરીને ઉપર ચઢે છે તેને ક્ષપકશ્રેણી કહેવાય છે. ઉપશમશ્રેણીમાં ચઢેલા જીવો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક પામીને સર્વથા મોહનો ઉપશમ કરીને મોહના ઉદય વિનાના બન્યા છતા ઉપશાન્તમોહ-વીતરાગછદ્મસ્થ નામના અગિયારમા ગુણસ્થાનક ઉપર આરૂઢ થાય છે. ત્યાંથી આ જીવનું બે રીતે પતન થાય છે. સત્તામાં રહેલ મોહનીયકર્મનાં દલિકો ઉદયયોગ્ય અવસ્થાને પામ્યાં છતાં આ મહાત્માનું પતન કરાવે છે તે કાલક્ષયે પતન કહેવાય છે. તે મહાત્મા દસમા, નવમા, આઠમા ગુણસ્થાનકે ક્રમશઃ નીચે ઉતરીને સાતમે, છટ્ટે જાય છે અને કોઈ મહાત્માનું અગિયારમા ગુણસ્થાનકે જ આયુષ્ય સમાપ્ત થવાથી મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ પામીને નિયમા વૈમાનિક દેવલોકમાં મતાન્તરે અનુત્તર વિમાનમાં) જ જાય છે. તે મહાત્મા અગિયારમા ગુણસ્થાનકેથી પડીને અનંતરપણે ચોથે ગુણઠાણે જ આવે છે. આ પતનને ભવક્ષયે પતન કહેવાય છે. આવા મહાત્માને અને શ્રુતકેવલી જેવા મહાત્માને મોહરાજ. પછાડે છે તો પછી સામાન્ય માણસનું તો પૂછવું જ શું? માટે મોહને આધીન ચેતના કરવી નહીં પણ મોહને જિતનારી ચેતના બનાવવી.
विपाककाले स्वकीयक्षयोपशमः स्वरूपानुयायी रक्षणीयः । न हि विपाकः प्रतिपाताभिनवकर्मबन्धहेतुः, किन्तु स्वकीयचेतना वीर्यं च मोहोदयानुगतत्वेन हेतुत्वपरिणत्या बन्धः । अतः हेतुतैव वारणीया । उदयस्तु गुणावारकः । न च तदेव हेतुः । तस्य हेतुत्वाङ्गीकारे सर्वकर्मोदयपुद्गला बन्धहेतवो भविष्यन्ति । तदा च परकृतैव कर्मकर्तृता, आत्मशक्तेः अप्रवृत्तमानत्वाद्, न हि अप्रवृत्ता शक्तिः कर्मकी । तेन नोदयानां हेतुता, । किन्तु मिथ्यात्वादिहेतुभिः उदयभूतैः सम्यक्त्वादयो गुणा आच्छादिताः । पुनः चेतनावीर्यदानादयः क्षायोपशमिका दुर्विपरीतश्रद्धानभासनपररमणिकपरिणताः अभिनवकर्महेतुतामास्कन्दन्ति । अतोऽशुद्धतया परिणमितात्मपरिणतिरभिनवकर्महेतुः । निदर्शनं च सूक्ष्मैकेन्द्रियाणां अशुद्धानुगक्षयोपशमाल्पत्वेनाल्पकर्मबन्धकता, संज्ञिपञ्चेन्द्रियाणां तु अशुद्धानुगक्षयोपशमबाहुल्येन तीव्रबन्धकता इत्यादि भाव्यम् । उक्तञ्च -
પોતાના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનદર્શનાત્મક ચેતનાગુણ અને વીર્યગુણ જે પ્રાપ્ત થયો છે તે આત્મસ્વરૂપને જ અનુસરનારો રહે, પણ મોહના ઉદયમાં વ્યાપ્ત ન થઈ જાય તે રીતે તે ક્ષયોપશમ જયારે જ્યારે મોહનીય કર્મનો વિપાકોદય કાલ આવે છે ત્યારે ત્યારે રક્ષણ કરવા યોગ્ય છે. એટલે કે ત્રણ