________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
कर्मस्वरूपस्य मोक्षमार्गध्वंसित्वं दर्शयति
आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च । भ्राम्यन्तेऽनन्तसंसारमहो दुष्टेन कर्मणा ॥ ५ ॥
૬૦૯
ગાથાર્થ :- ઉપશમશ્રેણિ ઉપર ચઢેલા જીવો તથા ચૌદપૂર્વી શ્રુતકેવલી મહાત્માઓ પણ દુષ્ટ એવા કર્મના વિપાકોદયથી અહો ! દુઃખની વાત છે કે અનંત એવા સંસારમાં ભમાવાય છે. પા
ટીકા :- “આરૂઢા કૃતિ'-શ્ચિત્ મુનિ:-નિશ્ચયરત્નત્રયીપરિખામતઃ તીવ્રक्षयोपशमभावावाप्तसाधनः अपूर्वकरणबलेन उपशमश्रेणिं - उपशमचारित्रपरिणतिं आरूढः सर्वथा मोहोदयरहितः, च-पुनः श्रुतकेवली अपि दुष्टेन कर्मणा - सत्तागतेन मोहेन उदयावस्थायोग्यभूतेन, अथवा आयुः कर्मप्रान्तकरणेन प्रतिपातमापन्नः चतुर्गतिषु भ्रमति । अतः अहो ! दुष्टेन मोहेन अनन्तसंसारं भ्राम्यन्ते । अतः कर्मायत्ता चेतना न करणीया ।
વિવેચન :- મોહનીયકર્મનો સર્વથા ઉપશમ કરીને ઉપશાન્ત મોહ ગુણસ્થાનકે ચઢેલા, વીતરાગાવસ્થાને પામેલા મુનિને, તથા ચૌદપૂર્વના વિશાલ શ્રુતને પામીને શ્રુતકેવલી બનેલા મુનિમહારાજને પણ દુષ્ટ એવું કર્મ અનંત અનંત સંસારમાં ભમાડે છે. આવું કર્મનું સ્વરૂપ છે. માટે તેનો વિશ્વાસ કરવો નહીં. આવો ઉપદેશ આ ગાથામાં ગ્રંથકારશ્રી આપણને આપે છે.
નિશ્ચયનયથી સમ્યગ્નાનાદિ રત્નત્રયીના પરિણામને પામેલા અને વિશિષ્ટ એવા ક્ષયોપશમભાવથી પ્રાપ્ત કરી છે આત્મતત્ત્વની સાધના જેણે એવા મહામુનિ અપૂર્વકરણ (અપૂર્વ એવા આત્માના અધ્યવસાય રૂપ આઠમા ગુણસ્થાનકના પરિણામ) વડે ઉપશમશ્રેણિ ઉપર ચઢેલા હોય. ઉપશમભાવના ચારિત્રના પરિણામને પામેલા હોય. અનુક્રમે આઠમાનવમા અને દશમા ગુણસ્થાનકને પસાર કરીને સર્વથા મોહની ઉપશાન્ત અવસ્થા કરીને મોહના ઉદયરહિત–વીતરાગ બન્યા હોય, અગિયારમા ગુણસ્થાનકે આરૂઢ થયા હોય તેવા મુનિ મહાત્મા તથા જે મુનિ શ્રુતકેવલી બન્યા હોય તેવા મહાત્મા પુરુષ પણ સત્તામાં રહેલા અને ઉદયયોગ્ય અવસ્થાને પામેલા એવા દુષ્ટ મોહનીયકર્મ વડે અથવા આયુષ્યકર્મનો અંત થવાથી (મૃત્યુ થવાથી) પડતીને પામ્યા છતા ચાર ગતિમાં ભટકે છે, રખડે છે. આ કારણથી આવી ઊંચી અવસ્થા પામેલા જીવોને પણ દુષ્ટ પ્રકૃતિવાળા એવા મોહરાજા વડે અનંત અનંત સંસારમાં ભમાડાય છે. તેથી મોહનીયકર્મનો વિશ્વાસ ન કરવો અને પોતાની ચેતના (બુદ્ધિઆત્મપરિણતિ) મોહનીયકર્મના ઉદયને આધીન ન કરવી.