________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ (મનમાની પૂર્ણતા), સ્ફટિકના પત્થર ઉપર પડેલા રંગબેરંગી વસ્ત્રાદિના પ્રતિબિંબ તુલ્ય છે. જે અવાસ્તવિક છે, લોભામણી છે, અંતે નાશ પામનારી છે. જ્યારે આ આત્મામાં આત્માના સ્વાભાવિક એવા જ્ઞાનાદિ ગુણોથી ઉત્પન્ન થયેલી જે શોભા છે (અથવા પૂર્ણતા છે) તે ખરેખર જાતિમાન (ભારે કિંમતવાળા) માણિક્યાદિ વિશિષ્ટ રત્નની કાન્તિતુલ્ય છે. અર્થાત્ તે શોભા સાચી શોભા છે, વાસ્તવિક છે, સદા રહેનારી છે, નિરુપાધિક છે અને સ્વાધીન હોવાથી સદા અનંત સુખને આપનારી છે. આ કારણથી આ આત્માની પોતાની શુદ્ધ અને સ્વાભાવિક એવી જે ગુણોની સંપત્તિરૂપ શોભા અર્થાત્ પૂર્ણતા છે તેમાં જ વધારે ને વધારે પ્રીતિ (રુચિ) કરવી જોઈએ. તેનો જ અનુભવ મેળવવો જોઈએ. તે ગુણસંપત્તિમાં જ રમણતા (લયલીનતા) મેળવવી જોઈએ. અર્થાત્ આત્માના ગુણોની જ રુચિ, ગુણોનો જ અનુભવ અને ગુણોમાં જ રમણતા કરવી જોઈએ કે જેનું સુખ સ્વાધીન છે, નિરુપાધિક છે, બાહ્ય પદાર્થોથી નિરપેક્ષ છે, અંતવૃત્તિરૂપ છે. રા.
अवास्तवी विकल्पैः स्यात् पूर्णताब्धेरिवोर्मिभिः । पूर्णानन्दस्तु भगवान्, स्तिमितोदधिसन्निभः ॥३॥
ગાથાર્થ - તરંગો વડે સમુદ્રની પૂર્ણતા જેમ અવાસ્તવિક છે તેમ મોહના વિકલ્પો વડે કલ્પાયેલી પૂર્ણતા પણ અવાસ્તવિક છે. પોતાના આત્મગુણોની પૂર્ણતાના આનંદવાળો આ ભગવાન આત્મા સ્વરૂપે સ્થિર સમુદ્રતુલ્ય શાન્ત (સ્થિર) છે. IIll
ટીકા :- ૩વાસ્તવી કૃતિ-વસ્તુ પાર્થ, તસ્ય ફયં વાસ્તવી, વાસ્તવી "अवास्तवी" परसंयोगोद्भवा रागद्वेषमोहादिजैः विकल्पैः पूर्णता, अब्धेः समुद्रस्य ऊर्मिभिः इव स्यात् । यथा ऊर्मिभिः समुद्रः अग्राह्योऽनवगाह्यश्च भवति तथात्मापि रागद्वेषोर्मिभिः अग्राह्योऽनवगाह्यश्च भवति ।
વસ્તુ એટલે ઘટ, પટ, આત્મા આદિ પદાર્થ, તે પદાર્થ સંબંધી જે શોભા (પૂર્ણતા) તે “વાતવી” = વાસ્તવિક અને જે આવી વાસ્તવી ન હોય તે અવાસ્તવી (અર્થાત્ અવાસ્તવિક) એટલે કે પર પદાર્થ દ્વારા મનમાં માનેલી પૂર્ણતા, તે વાસ્તવિક નથી, પારમાર્થિક નથી એટલે કે અવાસ્તવિક છે. ગાડી (ધન-અલંકાર-વાહન-વસ્ત્રાદિ), વાડી (ઘર-દુકાનખેતર વગેરે) અને લાડી (સ્ત્રી-બાળકો વગેરે પરિવાર) ઈત્યાદિ જે વસ્તુઓ રૂપ પદાર્થો છે તે પરપદાર્થો છે. તે પરપદાર્થોનો સંયોગ થવાથી રાગ-દ્વેષ અને મોહાદિ જન્ય મનમાન્યા વિકલ્પો દ્વારા ઉત્પન્ન થયેલી જે પૂર્ણતા છે (મારે ધન છે, માન છે, પરિવાર છે, આ છે,