________________
જ્ઞાનમંજરી શાસ્રાષ્ટક- ૨૪
૬૭૧ शुद्धाहारादिकं तनुयोगः, स्वरूपावलम्बनं महानुयोगः । इति तेन स्वरूपाचरणमन्तरेणाहारशुद्धात्मसाधनबुद्धयः भौतहिंसकवद् ज्ञेयाः ॥६॥
| વિવેચન :- જે આત્મા શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ હોય છે. અર્થાત્ સ્વેચ્છાચારી બને છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિના બહાના નીચે શાસ્ત્રમર્યાદા ત્યજીને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરનારો બને છે. તે આત્માનું આચારપાલન જેમકે - શુદ્ધ ગોચરી અર્થાત્ બેતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરવો, અને આદિ શબ્દથી કેશલોચ કરવો, ભૂમિશયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પ્રતિલેખનાદિ ધર્મક્રિયા કરવી, ઈત્યાદિ આચારપાલન પણ હિતકારી-કલ્યાણકારી બનતું નથી. અર્થાત્ આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણોની શુદ્ધિ-વૃદ્ધિ કરનારું આ આચારપાલન બનતું નથી. પરંતુ સ્વચ્છંદી બનવાથી અને શાસ્ત્ર આજ્ઞા નિરપેક્ષ થવાથી મિથ્યાત્વાભિમુખ બને છે. આત્માની ભવભ્રમણા મટાડવાને બદલે ભવભ્રમણા વધારનાર બને છે.
જેમ ભૌતવાદી એવા મુનિને હણનાર ભિલ્લને તે મુનિ પૂજ્ય હોવાથી તે ગુરુના ચરણોના સ્પર્શન નિવારણ કરવું તે હિતકારી નથી. તેમ શાસ્ત્રાજ્ઞાનિરપેક્ષ શક્તાહારાદિન ગ્રહણ કરવું તે પણ હિતકારી નથી. ભૂતવાદીની વાર્તા સંક્ષેપમાં આ પ્રમાણે છે
પાંચ ભૂતો જ આ સંસારમાં છે. અન્ય કંઈ નથી” આવું માનનાર ભૂતવાદી કહેવાય છે. આવી માન્યતાવાળા એક ભૂતવાદી મુનિ હતા. તેમની પાસે સુંદર મોરનાં પીંછાંનું બનાવેલું છત્ર હતું. એક ભિલ્લરાજા અને તેની રાણી આ મુનિનાં ભક્ત હતાં. દરરોજ તે મુનિનું વ્યાખ્યાન સાંભળવા જાય, મુનિએ વ્યાખ્યાનમાં કહેલું કે “ગુરુઓના ચરણનો સ્પર્શ કરવો કે ગુરુના આસનને અડકવું કે તે આસન ઉપર બેસવું” તે ઉચિત નથી. તેમાં ગુરુની આશાતના થાય અને પાપ લાગે. રાજા-રાણીના મનમાં આ વાત જચી ગયેલી.
પ્રતિદિન મુનિ પાસે જવાથી રાણીને મયૂરપિચ્છ બહુ જ ગમી ગયું. મુનિ પાસેથી છત્ર લેવા માટે માગણી કરવાનું રાણીએ રાજાને કહ્યું. રાજાએ ભૂતવાદી મુનિ પાસે તે છત્રની માગણી કરી. પરંતુ ગુરુએ આપવાની ના પાડી, તેથી તે રાજાએ પોતાના સુભટને હુકમ કર્યો કે “ગુરુનો વધ કરીને પણ આ છત્ર લાવો, પણ આ ગુરુ પૂજ્ય હોવાથી જ્યાં સુધી જીવંત હોય ત્યાં સુધી તેમના ચરણનો સ્પર્શ ન કરશો, કારણ કે જો તેમના ચરણનો સ્પર્શ થાય તો પાપ લાગે” ત્યારબાદ સુભટે મુનિનો બાણ દ્વારા વધ કર્યો અને મુનિ મૃત્યુ પામ્યા બાદ તેમનો સ્પર્શ કર્યો અને છત્ર લીધું. લાવીને રાજાને આપ્યું.
અહીં જેવી ભીલરાજાની ગુરુ ઉપર ભક્તિ છે તેવી જ સ્વચ્છંદી જિનાજ્ઞાનિરપેક્ષ આત્માની શદ્ધ આહારાદિ ગ્રહણ કરવાની આચરણા છે. જેમ ભીલરાજા મયુરપિચ્છનો અર્થી