________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૬૯
ઉત્તર ઃ- આ વિષય જાણવા માટે હવે નયોનું સ્વરૂપ કહીએ છીએ. તે આ પ્રમાણે છે -
अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुनः एकेन धर्मेणोन्नयनमवधारणात्मकं वस्तुनः एकांशपरिच्छेदकं ज्ञानं नयव्यपदेशमास्कन्दति । नयस्य स्वार्थग्राहकता नित्यमेवेदमनित्यमेवेदमित्येकान्तज्ञानमेकपक्षस्थापनरूपं मिथ्याज्ञानम् । सर्वनयस्थापन परं सर्वस्वभावात्मकवस्तुस्वरूपसापेक्षं गौणमुख्यत्वेन अर्पितानर्पितोपयोगमेकांशज्ञानं नयज्ञानम् । तदेवान्यनयोच्छेदरूपं दुर्नयव्यपदेशं लभते । सर्वसापेक्षतया स्वरूपवृत्तिज्ञानं सुनयः । उक्तञ्च सम्मतौ
-
तम्हा सव्वेवि नया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णनिस्सिया पुण, हवन्ति सम्मत्तसब्भावा ॥२१॥
(પ્રથમ કાંડ, ગાથા-૨૧)
સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓ “અનંત અનંત ધર્મવાળી છે” અપેક્ષાવિશેષે નિત્ય પણ છે, અનિત્ય પણ છે, ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. એવી જ રીતે સામાન્યવિશેષ, અસ્તિ-નાસ્તિ, એક-અનેક, વાચ્ય-અવાચ્ય ઈત્યાદિ અનેક ધર્મોના સમૂહથી યુક્ત સર્વે પણ વસ્તુ છે. પ્રયોજનવશથી તેવી વસ્તુના કોઈપણ એક ધર્મનું અવધારણાત્મકપણે ગ્રહણ કરવું, ઉપકાર કરે એવા એક ધર્મને પ્રધાન કરવો, આ રીતે વસ્તુના એક અંશને
જણાવનારું જે જ્ઞાન છે તે “નય” એવા વ્યપદેશને પામે છે. આવા પ્રકારના સાપેક્ષજ્ઞાનને નય કહેવાય છે.
આ નયજ્ઞાનમાં જ્યારે પોતાનો માનેલો અર્થ જ સ્વીકારવામાં આવે અને બીજા નયે માનેલો અર્થ ઉડાડી દેવામાં આવે, જેમકે ઘટ-પટાદ વસ્તુઓ “નિત્ય જ છે પણ અનિત્ય નથી, અથવા અનિત્ય જ છે પણ નિત્ય નથી’’ આવા પ્રકારનું એકાન્તતાપૂર્વકનું એક તરફના જ પક્ષનું સ્થાપન કરનારું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. પરંતુ અપેક્ષા પ્રમાણે જ્યાં જ્યાં જે જે દૃષ્ટિ ઉપકારક બને ત્યાં ત્યાં તે તે રીતે સર્વે પણ નયોની સ્થાપના કરવાવાળું, સર્વ પ્રકારના સ્વભાવાત્મક વસ્તુસ્વરૂપની અપેક્ષાપૂર્વકનું, કોઈપણ એક અંશને ગૌણ અને બીજા અંશને મુખ્ય કરવા પૂર્વક અર્પણા (પ્રધાનતા) અને અનર્પણા (ગૌણતા)ના ઉપયોગપૂર્વકનું ઉપકારક એવા એક અંશવાળું અર્થાત્ એકધર્મની મુખ્યતાવાળું જે જ્ઞાન તે “નયજ્ઞાન” કહેવાય છે.