SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता । इति नैसर्गिका दोषा, यासां तासु रमेत कः ? ॥८४॥ भवस्य बीजं नरक - द्वारमार्गस्य दीपिका । शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥८७॥ જ્ઞાનસાર (યોગશાસ્ત્ર પ્રાશ ૨, શ્લો ૮૪-૮૭) अन्यशास्त्रेऽपि कान्ताकनकसूत्रेण वेष्टितं सकलं जगत् । તાસુ તેવુ વિતો યો, ખ્રિમુન: પરમેશ્વર: " इत्यादि तत्त्वज्ञस्य नारी मोहहेतुत्वाद् भवबीजरूपा भाति । ॥४॥ રસ (પ્રસ્રવણ-પેશાબ), અસૂક્ (રુધિર-લોહી), માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકાં), મજ્જા, શુક્ર (વીર્ય) અન્ન (આંતરડાં) વર્ચસ્ (વિષ્ટા) ઈત્યાદિ કેવળ અશુભ પદાર્થોનું જ સ્થાન કાયા છે. અર્થાત્ આ કાયા ઉપરોક્ત અશુભ પદાર્થોથી ભરેલી છે. તેથી તે કાયામાં પવિત્રતા ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય. (યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૨) અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે - પંચકપણું (છેતરવાપણું) ક્રૂર-ઘાતકીપણું, ચંચલપણું, વ્યભિચારિપણું, આ દોષો જે સ્ત્રીઓમાં નૈસર્ગિક છે. (સ્વાભાવિક છે) તે સ્ત્રીઓમાં કોણ પ્રેમ કરે ? અર્થાત્ કોઈ ન કરે. અંગના (એટલે સ્ત્રી) એ સંસારનું બીજ છે. નરકના દરવાજાનો માર્ગ દેખાડનારી છે, શોક અરતિ-ઉદ્વેગનું મૂલ છે, કજીયાનું પણ મૂલ છે અને દુઃખોની ખાણ છે.” (યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક ૮૪-૮૭) કાન્તા (સી) અને કનક (સુવર્ણ) આ બન્ને પદાર્થ રૂપી દોરા વડે સકલ જગત્ વીંટાયેલું છે. તેથી તે સ્રીઓમાં અને તે કનકમાં જે પુરુષ રંગાતો નથી તે જ દ્વિભુજ (મનુષ્ય) સાચો પરમેશ્વર છે. ઈત્યાદિ અનેક શાસ્ત્રોના પાઠોના વિધાનથી સમજાય છે કે તત્ત્વજ્ઞ પુરુષને નારી મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે (એ જ પ્રમાણે તત્ત્વજ્ઞાની સ્રીને પુરુષ મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે. ઉપરની સઘળી હકિકત સ્ત્રીને આશ્રયી પુરુષમાં પણ સમજવી.) ॥૪॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy