________________
૪૬૬
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
છે. જીવની ભવિતવ્યતા ન પાકે ત્યાં સુધી તે જીવ સમજવાનો નથી અને ગાઢ અનુબંધવાળો દ્વેષ બંધાઈ જાય છે. માટે કુતર્કો ત્યજીને મધ્યસ્થ થાઓ. મધ્યસ્થદશામાં આવો તો છેવટે તમારું તો અકલ્યાણ નહીં થાય.
આ કારણે રાગ અને દ્વેષનો અભાવ કરીને એટલે કે પોતાના પક્ષનો રાગ અને સામાના પક્ષનો દ્વેષ ત્યજીને અંતર-આત્મભાવમાં આવીને આત્મતત્ત્વની સાધના કરનારા જીવે સાધકદશા પ્રાપ્ત કરવા દ્વારા અનુપાલંભતાને” પ્રાપ્ત કરીને જ રહેવું જોઈએ. પોતાના આત્માના કલ્યાણનો વિઘાત થાય, વિનાશ થાય, હાનિ થાય તે ઉપાલંભ. આવા પ્રકારના ઉપાલંભનો જે અભાવ તે અનુપાલંભ-અવસ્થા, આવી અવસ્થા મેળવવી જોઈએ. પોતાના આત્માનું અકલ્યાણ ન થાય તે માટે કુતર્કોરૂપી પત્થર નાખીને રાગ-દ્વેષ કરવા રૂપી જે બાલચેષ્ટા છે તે ત્યજી દેવી જોઈએ. વાદવિવાદથી દૂર રહેતાં તત્ત્વ સમજવા અને સમજાવવા પ્રયત્નશીલ રહેવું.
તથા સુંદર છે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેનો એવાં ચમકવાળાં સુગંધી પુદ્ગલદ્રવ્યો કે જેને વ્યવહારથી શુભ કહેવાય છે તેવાં પુદ્ગલદ્રવ્યો મળે તો તેમાં રાગાન્ધ ન બનવું અને અશુભ વર્ણાદિવાળાં પુદ્ગલ-દ્રવ્યો મળે તો તેનો દ્વેષ ન કરવો. પરંતુ બન્ને અવસ્થામાં મધ્યસ્થ રહેવું. કારણ કે શુભ હોય કે અશુભ હોય, આખર એકે પુદ્ગલ-દ્રવ્ય જીવનું સ્વરૂપ નથી, જીવની સાથે સદા રહેવાનું નથી તથા પરિવર્તન સ્વભાવવાળું હોવાથી શુભ પણ અશુભપણે અને અશુભ પણ શુભપણે પરિણામ પામવાનું જ છે. માટે હે જીવ ! આવા પ્રકારનાં પુદ્ગલ-દ્રવ્યો ઉપર કે રૂપવાન તથા કુરૂપવાન શરીરવાળા જીવો ઉપર રાગ-દ્વેષના ભાવવાળા બનવું નહીં. તેમાં કર્મબંધ થવા દ્વારા આત્માનું જ અકલ્યાણ થાય છે. માટે મધ્યસ્થ બનો. ॥૧॥
मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनः कपिः ॥२॥
ગાથાર્થ :- મધ્યસ્થ માણસનું મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. પરંતુ કદાગ્રહવાળું મનરૂપી વાંદરું યુક્તિરૂપી તે ગાયને પુંછડા વડે પોતાના તરફ ખેંચે 9. 11311
ટીકા :- “મનોવત્સ” મધ્યસ્થય મનોવત્સ: ચિત્તમિત્યર્થ:। યુવિતાવી यथार्थवस्तुस्वरूपविभजनोपपत्तिः युक्तिः, सा एव गौः, तां युक्तिगवीमनुधावति - अनुगच्छति पक्षपाताभावाद् यथार्थोपयोगता एव भवति । तां सम्यग्ज्ञानतां गावं