________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૬૭ तुच्छाग्रहमनःकपिः-तुच्छ:-स्याद्वादोत्सर्गापवादाद्यनन्तोपयोगशून्यमनसः ग्रहः-कदाग्रहः, तन्मयं मनो यस्य सः कपिः-वानरः पुच्छेनाकर्षति गतिस्खलनाय भवति, न तादृग्यथार्थयुक्तिः प्रसरति । कदाग्रहमनसां पक्षदृष्टिरेव, न तत्त्वदृष्टिरिति ॥२॥
વિવેચન :- આ શ્લોકમાં કવિએ મનને બે ઉપમા આપી છે - એક વાછરડાની અને બીજી વાંદરાની. તેમાં વાછરડાનો સ્વભાવ પોતાની માતાને (ગાયને) અનુસરવાનો હોય છે જ્યારે વાંદરાનો સ્વભાવ જતી એવી ગાયને પુંછડેથી પકડીને પાછી ખેંચવાનો હોય છે. તેની જેમ મધ્યસ્થ-માણસનું મન યુક્તિને અનુસરે છે. જે બાજુ યુક્તિ-સંગત થતી હોય તેવું સ્વરૂપ સ્વીકારી લે છે. પોતાની ખોટી વાત ત્યજી દે છે. પરંતુ કદાગ્રહી માણસનું મન વાંદરા જેવું હોય છે. યેનકેન પ્રકારેણ પોતે માનેલી માન્યતાને જ આડી-અવળી યુક્તિઓથી સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પોતાના માનેલા પક્ષ તરફ યુક્તિને ખેંચી જાય છે અહીં યુક્તિને (તર્કને) ગાયની ઉપમા આપી છે.
મધ્યસ્થ માણસનું મન યથાર્થપણે એટલે કે જે વસ્તુ જે રીતે અનેકાન્તાત્મક છે તે વસ્તુને તેવા સ્વરૂપે સમજવા માટેની વિભાગવાર યુક્તિને અનુસરે છે. જેમ વાછરડું ગાયને અનુસરે, તેમ મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયને અનુસરે છે. યુક્તિરૂપી ગાયની પાછળ પાછળ દોડે છે. કારણ કે આવા જીવને પક્ષપાત ન હોવાથી સાચા ઉપયોગવાળાપણું જ હોય છે. સાચા જ્ઞાનને જ પ્રાપ્ત કરે છે. પરંતુ જેનું મન પોતાના પક્ષનું અત્યન્ત રાગી છે, પક્ષપાતી છે, કદાગ્રહી છે, તે પુરુષનું કદાગ્રહવાળું મનરૂપી વાંદરું એટલે અનેકાન્તવાદ, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ વસ્તુના અનંત સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તેવા જ્ઞાનથી શૂન્ય મનવાળા પુરુષનું કદાગ્રહવાળું મનરૂપી વાંદરું આ જ યુક્તિરૂપી ગાયને પુંછડેથી પકડીને પાછી ખેંચવા મહેનત કરે છે. ગતિ કરતી ગાયની ગતિને અટકાવવા પ્રયત્ન કરે છે. તે જીવને તેવા પ્રકારની યુક્તિ યથાર્થપણે તેના મનમાં પ્રસરતી નથી. કારણ કે કદાગ્રહી માણસોની દૃષ્ટિ પક્ષપાતી જ હોય છે. તત્ત્વ પામનારી દૃષ્ટિ હોતી નથી. ઉત્તમ આત્માઓ તત્ત્વમાત્રને જ દેખનારા હોય છે. પક્ષપાતને ત્યજનારા હોય છે. રા
नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने । समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ॥३॥
ગાથાર્થ - સર્વે પણ નયો પોતપોતાનો પક્ષ સમજાવે ત્યારે સાચા છે અને પરપક્ષની સ્થાપના (કે ખંડન) કરે તો મિથ્યા છે. તેવા નયોમાં જે મુનિનું મન સમ-શીલ છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે. I