SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ મનાષ્ટક - ૨ જ્ઞાનસાર અનંતભાગવૃદ્ધ અને અસંખ્યાત ભાગવૃદ્ધનાં ૨૪ સ્થાન કહ્યા બાદ ૧૨૫ મા સ્થાને એક સંખ્યાત ગુણવૃદ્ધિવાળું પ્રથમ સ્થાન આવે. પુર્વ સંધ્યાતUવૃદ્ધિ = આ પ્રમાણે ૧૨૫-૨૫૦-૩૭પ-૫00 નંબરમાં ચાર સંખ્યાતગુણવૃદ્ધિવાળાં સ્થાનો કહ્યા પછી ૬૨૫ મા નંબરે અસંખ્યાતગુણવૃદ્ધિવાળું પ્રથમ સ્થાન કહેવું. એ જ ક્રમે ૧૨૫૦-૧૮૭૫-૨૫00 નંબરમાં ચાર અસંખ્યાતગુણવૃદ્ધિનાં સ્થાન કહેવાં, ત્યારબાદ ૩૧૨૫ મા સ્થાને અનંતગુણવૃદ્ધિનું પ્રથમ સ્થાન આવે, આ રીતે ૩૧ ૨૫૬૨૫૦-૯૩૭૫ અને ૧૨૫૦૦ મા નંબરે ચાર એટલે (કંડકતુલ્ય) અનંતગુણવૃદ્ધિવાળાં સ્થાનો આવે. આ પ્રમાણે ઉપર સમજાવેલી રીત મુજબ સંખ્યાતગુણવૃદ્ધિ-અસંખ્યાતગુણવૃદ્ધિ અને અનંતગુણવૃદ્ધિવાળાં સંયમસ્થાનો કંડક-કંડક પ્રમાણ અસંખ્યાતાં-અસંખ્યાતાં થાય છે. તતઃ પરં સ્થાનમ્ = ત્યારબાદ એટલે કે અનંતગુણવૃદ્ધિવાળું કંડક સમાપ્ત થયા બાદ (૧૨૫૦૦ પછી). અસંખ્યાતગુણની વૃદ્ધિવાળાં સંયમસ્થાનો પૂર્વોક્ત માનપ્રમાણ (કંડકતુલ્ય) થાય છે. ૧૩૧૨૫-૧૩૭૫૦-૧૪૩૭પ-૧૫000 નંબર પ્રમાણે કંડકતુલ્ય (૪) અસંખ્યાતગુણવૃદ્ધિરૂપ સ્થાનો આવે છે. ઉત્તર તાનિ = આ પ્રમાણે એક એકના અંતરે તે સંયમસ્થાનો અસંખ્યાતાં અસંખ્યાતાં (કંડકતુલ્ય-કંડકતુલ્ય) કહેતાં કહેતાં છેલ્લે અનંતભાગ વૃદ્ધિવાળાં સંયમસ્થાનો (કંડકતુલ્યો આવે છે. ૧૫૦૦૦ પછી ૧૫૧૨૫-૧૫૨૫૦૧૫૩૭૫-૧૫૫00. આમ ચાર સંખ્યાતગુણવૃદ્ધિવાળાં સ્થાનો આવે છે. ત્યારબાદ ૧૫૫૩૫, ૧૫૫૫૦, ૧૫૫૭૫, ૧૫૬૦૦. આમ ચાર સંખ્યાતભાગવૃદ્ધિનાં સ્થાન આવે છે. ત્યારબાદ ૧૫૬૦૫-૧૫૬૧૦-૧૫૬૧૫-૧૫૬૨૦. આમ ચાર અસંખ્યાતભાગવૃદ્ધિનાં સ્થાનો આવે છે. ત્યારબાદ છેલ્લાં ૧૫૬૨૧-૧૫૬૨-૧૫૬૨૩-૧૫૬૨૪ આ નંબરવાળાં અસંખ્યાતાં (કંડકતુલ્ય) અનંતભાગની વૃદ્ધિવાળાં સ્થાનો આવે છે. અહીં એક ષસ્થાન પૂર્ણ થાય છે. જે સ્થાનો કંડકતુલ્ય છે (અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશપ્રમાણ છે) તેને માત્ર ચારની કલ્પના કરીને ઉપરોક્ત આકૃતિ સમજવા માટે ફક્ત બનાવી છે. વાસ્તવિકપણે તો આ સંયમસ્થાનો (ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની તરતમતા) અસંખ્યાત અસંખ્યાત થાય છે. આ સર્વ સંયમસ્થાનોનું માપ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. નોસમાના: = લોકાકાશ જેવડા અસંખ્યાતા લોકાકાશ જો અલોકમાં બુદ્ધિથી કલ્પીએ, તે અસંખ્યાતા લોકાકાશના જેટલા આકાશપ્રદેશો થાય, તેટલા આકાશપ્રદેશની રાશિની તુલ્ય આ સંયમસ્થાનો થાય છે અને એક પછી એક અધિક અધિક વિશુદ્ધિવાળાં અત્યન્ત નિર્મળ આ સંયમસ્થાનો હોય છે. કારણ કે એ પ્રકારની અધિક અધિક વિશુદ્ધિ જણાવાઈ છે. પ્રથમના સંયમસ્થાનથી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy