________________
જ્ઞાનમંજરી મગ્નાષ્ટક - ૨
૫૯ અનુક્રમે વિશુદ્ધિ વધતાં વધતાં ઉપર ઉપરના સંયમસ્થાનોમાં આરોહણ કરનારો (ચઢનારો) જીવ નિયમા મુક્તિપદને પામે જ છે અને પહેલેથી ઉત્કૃષ્ટ સંયમસ્થાનમાં આવીને વિશુદ્ધિ ઘટતાં અને અશુદ્ધિ વધતાં મધ્યમસંયમસ્થાનોમાં આવે અને ત્યારબાદ જઘન્યસંયમસ્થાનોમાં જે જાય તે આત્મા મસિરોહી = પતનાભિમુખ થયો છતો નિયમો પડે જ છે.
આ પ્રમાણે પ્રથમના સંયમસ્થાનથી અનુક્રમે આરોહણ કરતા (ચઢતા) જીવને સંયમનો ક્ષયોપશમ વૃદ્ધિ પામે છે. આવા પ્રકારની વૃદ્ધિયુક્ત ક્ષયોપશમવાળો જે જીવ ચઢે છે તેના ચારિત્રપર્યાયની અત્યન્ત નિર્મળતા થવાથી ચારિત્રના સાચા સુખસ્વરૂપને (ચારિત્રના આધ્યાત્મિક આનંદને) આ આત્મા પોતાના અનુભવસ્વરૂપે માણે છે. તેની જ તેજોલેશ્યાની (ચારિત્રના આધ્યાત્મિક આનંદની) વૃદ્ધિ ચારિત્રપર્યાયની વૃદ્ધિને અનુસાર ભગવતીસૂત્રના વાક્યોમાં જણાવી છે. ભગવતીસૂત્રમાં જણાવેલી વાતનું દિશાસૂચન ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ ગાથામાં જણાવ્યું છે. ભગવતીસૂત્રમાં ૧૪મા શતકમાં ૯મા ઉદ્દેશામાં પ૩૭ મા સૂત્રમાં આ આલાવો (પાઠ) છે. તે (પાઠ) આલાવો આ પ્રમાણે છે -
___"जे इमे भंते ? अज्जत्ताए समणा निग्गंथा विहरन्ति, एए णं कस्स तेउल्लेसं वितीवयन्ति ? गोयमा ! मासपरियाए समणे णिग्गंथे वाणमन्तराणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । दुमासपरिआए समणे णिग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । एएणं अभिलावेणं तिमासपरिआए समणे णिग्गंथे असुरकुमाराणं देवाणं तेउल्लेसं वितीवयन्ति । चउमासपरिआए गहगणणक्खत्ततारारूवाणं जोतिसिआणं तेउल्लेसं, पंचमासपरिआए चन्दिमसूरियाणं जोइसियाण तेउल्लेसं, छम्मासपरिआए सोहम्मीसाणाणं तेउलेसं, सत्तमासपरिआए सणंकुमारमाहिंदाणं देवाणं, अट्ठमासपरिआए बंभलोगाणं लंतगाणं तेउलेसं, णवमासपरिआए महासुक्कसहस्साराणं देवाणं, दसमासपरिआए आणय-पाणय-आरणच्चूयाणं देवाणं, इक्कारसमासपरिआए गेविज्जविमाणाणं देवाणं, बारसमासपरिआए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेउलेसं वितीवयन्ति, तेण परं सुक्के सुक्काभिजाइए भवइ । तओ पच्छा सिझंति जाव अंतं करेन्ति । सेवं भंते सेवं भंते ।
હાલ વર્તમાનકાલે જે આ શ્રમણ નિગ્રંથ મુનિમહાત્માઓ (અથવા પાપકર્મથી રહિત થઈને આર્યપણે જે શ્રમણ નિગ્રંથ મુનિઓ) વિચરે છે એ મુનિમહાત્માઓ કોની તેજોલેશ્યાને (માનસિક સુખના આનંદની પ્રાપ્તિને) ઓળંગી જાય છે? આમ ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીર પ્રભુને પૂછે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે, હે ગૌતમ ! એક માસના