________________
૬૦
મનાષ્ટક - ૨
જ્ઞાનસાર
ચારિત્રપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મુનિઓ વાણવ્યંતર દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. આ પ્રમાણે
-
માસના પર્યાયવાળા મુનિ અસુરેન્દ્રને વર્જીને શેષ ભવનપતિ દેવોની તેજોલેશ્યાને ત્રણ માસના પર્યાયવાળા મુનિ અસુરકુમાર દેવોની તેજોલેશ્યાને
ચાર માસના પર્યાયવાળા મુનિ ગ્રહગણ, નક્ષત્ર અને તારાના દેવોની તેજોલેશ્યાને પાંચ માસના પર્યાયવાળા મુનિ ચંદ્ર-સૂર્ય નામના જ્યોતિષ્ક દેવોની તેજોલેશ્યાને છ માસના પર્યાયવાળા મુનિ સૌધર્મ-ઈશાન દેવોની તેજોલેશ્યાને
સાત માસના પર્યાયવાળા મુનિ સનત્કુમાર-માહેન્દ્ર દેવલોકના દેવોની તેજોલેશ્યાને આઠ માસના પર્યાયવાળા મુનિ બ્રહ્મલોક અને લાન્તક દેવોની તેજોલેશ્યાને નવ માસના પર્યાયવાળા મુનિ મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવોની તેજોલેશ્યાને દસ માસના પર્યાયવાળા મુનિ આનત-પ્રાણત-આરણ અને અચ્યુત દેવોની તેજોલેશ્યાને અગિયાર માસના પર્યાયવાળા મુનિ ત્રૈવેયકવિમાન વાસી દેવોની તેજોલેશ્યાને
અને બાર માસના પર્યાયવાળા મુનિ અનુત્તરોપપાતિ દેવોની તેજોલેશ્યા (માનસિક ચિત્તની પ્રસન્નતા)ને ઓળંગી જાય છે. જેમ જેમ ચારિત્રપર્યાયમાં કાળ પસાર થતો જાય છે તેમ તેમ વિભાવદશાના ભાવોનો રસ ભૂલાતો જાય છે, સ્મરણમાં આવતો પણ નથી અને કેવલ સ્વભાવદશાના અનુભવના સુખમાં જ આનંદ-આનંદ માણે છે. તેથી ચિત્તની પ્રસન્નતામાનસિક આનંદ વૃદ્ધિ પામતો જાય છે. આ કારણે દેવોને વૈવિક સુખથી જે ચિત્તની સુખાસિકા (માનસિક આનંદ-આનંદ) હોય છે તેના કરતાં આ મહાત્માપુરુષોને પોતાના ગુણોમાં સુખના આનંદનો અનુભવ વધારે અનુભવાય છે. આ વાત ઉપમાથી સમજાવી છે. આ વિષય એવો છે કે જે માણે તે જ જાણી શકે. ભોગી જીવ યોગીના યોગસુખના આનંદની કલ્પના કરી શકતો નથી. જે ભોગસુખમાં ભોગી જીવ આનંદ માણે છે તે જ ભોગસુખને યોગસુખનો આનંદ માણનારા યોગીઓ ભ્રાન્ત અર્થાત્ ગાંડપણ, મૂર્ખાઈ, અથવા ચિત્તભ્રમ થયો માને છે.
બારમાસના ચારિત્રપર્યાયના પાલનથી આગળ જેમ જેમ ચારિત્ર પર્યાયનો કાલ વધતો જાય છે તેમ તેમ તે પોતાના આત્મગુણોની રમણતાના આનંદમાં ગરકાવ થઈ જાય છે. તેથી વર્ષો જતાં આ મહાત્મા શુક્લ અને શુક્લાભિજાત્ય થાય છે. (આ બન્ને શબ્દોના અર્થ આગળ સમજાવાય છે.) ત્યારબાદ તે મહાત્મા પુરુષ સિદ્ધિપદને પામે છે. યાવત્ સર્વ કર્મોનો અંત કરે છે. શુદ્ધ-બુદ્ધ નિરંજન નિરાકાર બને છે.