________________
જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
૬૮૭ स्वरूपैकत्वकरणबद्धचेतनोपयोगस्य स्वभावानन्दविलासवर्णिकारूपशुद्धज्ञानानुभवभोगिनः अचेतननश्वरोच्छिष्टानन्दविमुक्तेषु पुद्गलेषु रागपरिणतिः न भवति । अत्र वृद्धसम्प्रदायेन दृष्टान्तः -
વિવેચન :- સંસારમાં વર્તતા જે જે પુરુષોએ પોતાનાં પુત્ર-પુત્રી-પત્ની આદિ પરિવાર હોવા છતાં તેનો મોહ છોડીને વૈરાગ્યની ભાવનાપૂર્વક સંયમ ગ્રહણ કર્યો છે અને સગાંવહાલાંનો તથા સ્નેહી મિત્રમંડળનો પણ મોહ તજવાપૂર્વક ત્યાગ કરીને પ્રભુના પંથે જેઓએ પ્રયાણ કર્યું છે તેવા મહાત્મા પુરુષોને તથા પોતાના ઘરે સત્ અર્થાત્ વિદ્યમાન એવા ધન-ધાન્યાદિ પરિગ્રહનું સંરક્ષણ કરવા સ્વરૂપ મૂછનો પણ જેઓએ ત્યાગ કર્યો છે એવા એટલે કે ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહની મૂછથી મુક્ત બનેલા એવા મહાત્મા પુરુષોને તથા જ્ઞાન માત્રમાં જ એકલીનતા રાખનારા મહાત્મા પુરુષોને અર્થાત્ આત્મતત્ત્વ પામેલા મુનિ મહાત્માઓને પુદ્ગલદ્રવ્યની સાથે એકતા થવા રૂ૫ રાગદશા કેમ ઘટે? પુગલદ્રવ્યની પરાધીનતા કે પૌગલિક સુખોની અપેક્ષા કેમ સંભવી શકે ? અર્થાત્ પૌગલિક સુખોની અપેક્ષા હોતી નથી. આવા મુનિઓ નિરાળા અને નિઃસ્પૃહ હોય છે.
જે મહાત્માઓ પોતાના આત્માના ગુણોના પારમાર્થિક સુખની ઝંખનાવાળા બન્યા છે તે મહાત્માઓ આવા ભૌતિક, ગંદા અને નિન્ય પદાર્થોના મોહમાં કેમ ફસાય ? તેવાં સુખોથી આ મહાત્મા પુરુષો સદા નિરાળા વર્તે છે.
ભાવના ર = ઉપર કહેલી વાતનો ભાવાર્થ એવો છે કે (૧) પુત્ર-પુત્રી-સ્ત્રી આદિ સાંસારિક કૌટુમ્બિક પરિવારના સંગથી રહિત બનેલા, (૨) ધન-ધાન્યાદિ પૌગલિક પદાર્થોના પરિગ્રહની સંગોપના (સુરક્ષા) કરવાના સંકલ્પ-વિકલ્પો જેણે ત્યજી દીધા છે એવા, (૩) આત્માના શુદ્ધ સ્વરૂપની જ સાથે એકતા કરવામાં જોડ્યો છે ચેતનાનો ઉપયોગ જેઓએ એવા, (૪) શુદ્ધ આત્મસ્વભાવના આનંદના વિલાસનો મોક્ષમાં જે સાક્ષાત્કાર હોય છે તેની વર્ણિકા સ્વરૂપે (વાનગી રૂપે) શુદ્ધજ્ઞાનદશાનો યત્કિંચિત્ અનુભવ કરવાવાળા એવા આ યોગી મહાત્મા પુરુષોને (૧) અચેતન અર્થાત્ જડ (૨) નાશ પામવાવાળા (૩) ત્રણે જગતની એંઠતુલ્ય અને (૪) આનંદથી રહિત અર્થાત્ અનેક પ્રકારની ઉપાધિઓથી ભરપૂર ભરેલા એવા પૌલિક પદાર્થોને વિષે તથા તજ્જન્ય ભૌતિક સુખોને વિષે રાગ-પરિણતિ થતી નથી, જ્ઞાની પુરુષો આવા તુચ્છ સુખોમાં રંગાતા નથી. આ વિષય ઉપર વૃદ્ધ પુરુષોની પરંપરાથી સાંભળેલું એક દષ્ટાન્ત આ પ્રમાણે છે –
अऊज्झानयरे सिरिवरो राया, अच्चंतमिच्छदिट्ठी, तस्स सिरिकन्तो कुमरो ।