________________
૭૭)
જ્ઞાનસાર
ભાવપૂજાષ્ટક - ૨૯ વિવેચન :- દ્રવ્યપૂજાવિધિમાં ધૂપપૂજા અને અષ્ટમંગલના આલેખન પછી લૂણ ઉતારવાની અને આરતિ ઉતારવાની વિધિ હોય છે. પરમાત્માના પ્રતિબિંબ ઉપર કરેલી ભવ્ય અંગરચનામાં કોઈનો દૃષ્ટિદોષ ન લાગી જાય એટલે લૂણ ઉતારવાની વિધિ કરવામાં આવે છે. લવણને અગ્નિ ઉપર ફેરવીને બાળી નાખવામાં આવે છે અને ત્યારબાદ ધર્મનું આ કાર્ય નિર્વિદને પૂર્ણ થયું તેના આનંદરૂપે “મા = સન્તા, તિઃ-પ્રતિઃ” સર્વત્ર પ્રીતિ પામવા રૂપ આરતિ ઉતારવાનું કામ કરાય છે. તેમ અહીં ભાવપૂજામાં પણ આ બે વસ્તુ સમજાવવામાં આવે છે.
હે ભવ્યજીવ! તું તારા પોતાના આત્માનું શુદ્ધ-નિર્મળ જે સ્વાભાવિક સ્વરૂપ છે તેની પ્રાપ્તિ કરવા રૂપી ભાવપૂજાવિધિમાં ધર્મસન્યાસ નામના સામર્થ્યયોગરૂપ અગ્નિ પ્રગટાવીને પૂર્વકાલની સાધનાવિધિનો ત્યાગ કરવા રૂપી લવણોત્તારની (એટલે કે લૂણ ઉતારવાની) વિધિને તું કર. યોગ એટલે આત્માને મોક્ષની સાથે જોડે છે, “
મોળ નો ગોળો” આવું પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીનું વચન છે. તે યોગ ત્રણ પ્રકારનો છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ, ધર્મ કરવાની પ્રબળ ઈચ્છા તે ઈચ્છાયોગ, શાસ્ત્રોનો અભ્યાસ કરી તેનાં વચનોને અનુસારે ધર્મ કરવો તે શાસ્ત્રયોગ અને સ્વયં આત્માનું એવું સામર્થ્ય પ્રગટે કે જ્યાં શાસ્ત્રોનું આલંબન ન લેવું પડે તે સામર્થ્યયોગ આ છેલ્લો સામર્થ્યયોગ આઠમાં ગુણસ્થાનકથી આવે છે. તેના બે ભેદ છે – (૧) ધર્મસન્યાસસામર્થ્યયોગ અને (૨) યોગસન્યાસ સામર્થ્યયોગ.
ક્ષયોપશમભાવના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય ઈત્યાદિ જે જે આત્મધર્મો સાધનભાવે પ્રગટ કર્યા છે. તે ધર્મોનો સન્યાસ કરવો એટલે ત્યાગ કરવો અને વિશિષ્ટ ભાવોમાં આત્માનું સ્થાપન કરવું તેનું નામ ધર્મસન્યાસ નામનો સામર્થ્યયોગ કહેવાય છે. આ યોગ દિશા આવતાં જ ક્ષાયિકભાવના (ગુણો) ધર્મો પ્રગટ થવા લાગે છે. તેથી જેમ લૂણ ઉતારવામાં લૂણને આગમાં બાળી નાખવામાં આવે છે તેમ ક્ષાયિક ભાવના વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થવા રૂપ ધર્મસન્યાસ-યોગમય અગ્નિ દ્વારા પૂર્વકાલીન સાધનાની અવસ્થાના ક્ષયોપશમ ભાવના ધર્મો રૂપી લૂણ તું બાળી નાખ.
અહીં ધર્મ એટલે આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપની સત્તા, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વર્યાત્મક સ્વાભાવિક ગુણમય જે પારિણામિકભાવ, જેમ ચંદન સ્વયં સુગંધમય હોય છે તેની તુલ્ય આત્માનો નિર્મળ સહજ શુદ્ધ ગુણાત્મક આત્મપરિણામ તે ધર્મ જાણવો. તેનું ૧. આ ત્રણે યોગની વધારે સ્પષ્ટ વ્યાખ્યા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગદષ્ટિ સમુચ્ચય ગાથા ૩
૪-૫ માં છે.