________________
જ્ઞાનમંજરી ભાવપૂજાષ્ટક - ૨૯
૭૭૧ સ્થાપન કરવું, અર્થાત્ તે યોગ આત્મામાં પ્રગટાવવો તે ધર્મસન્યાસયોગ કહેવાય છે. આવા પ્રકારનો ઉચ્ચ કોટિનો ધર્મસન્યાસયોગ જે પ્રગટે તેને વદ્વિ કહેવાય છે. કારણ કે તેમાં પૂર્વકાલીન સાધનાના જે જે મંદબલવાળા ક્ષયોપશમ ભાવના ધર્મો (ગુણો) હતા તે હવે ટકતા નથી. અર્થાત્ બળી જાય છે. માટે આ ધર્મસન્યાસયોગ એ વહ્નિ છે અને પૂર્વકાલીન મંદગુણોની પ્રગટતા એ લૂણ સમાન છે.
જેમ અગ્નિ વડે લૂણ બળાય છે અને લૂણ ઉતારવાની ક્રિયા થાય છે તેમ વિશિષ્ટ ઉચ્ચ કોટિના ધર્મોની પ્રાપ્તિ રૂપ અને ક્ષાયોપથમિક ભાવના ધર્મોને બાળવા રૂપ ધર્મસન્યાસયોગ આવવાથી પૂર્વકાલીન સાધનાના મંદગુણોરૂપી લૂણને બાળવા દ્વારા લૂણનો તું ત્યાગ કર, તે લૂણને અગ્નિમાં નાખી દે. કારણ કે નિર્વિકલ્પક દશાવાળી સમાધિની જ્યારે પ્રાપ્તિ થતી હોય છે ત્યારે (ભલે શુભ વિકલ્પો હોય તો પણ તે) વિકલ્પવાળી દશાનો તો ત્યાગ જ કરવો પડે છે. અશુભ વિકલ્પો દૂર કરવા માટે શુભ વિકલ્પવાળી દશા ઉપકારક હતી, પરંતુ ઉચ્ચ કોટિની નિર્વિકલ્પક અવસ્થા જ્યારે આવતી હોય છે ત્યારે શુભ વિકલ્પોવાળી સવિકલ્પક અવસ્થા પણ ત્યાજ્ય જ બને છે. માટે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવા રૂપ ધર્મસન્યાસ યોગાત્મક અગ્નિ પ્રગટાવવા દ્વારા પૂર્વકાલીન સાધનાની સવિકલ્પક અવસ્થા રૂપી લૂણને બાળવાનું કામ કરવા સ્વરૂપ લવણોત્તરણ કર.
શુભ વિકલ્પોવાળી જે સવિકલ્પક સાધના છે તે અંતે હેય હોવા છતાં અશુભ વિકલ્પોને ટાળવા પૂરતી ઉપકારક છે. માટે તેને અપવાદસાધના કહેવાય છે. મૂલમાર્ગે તે આદરવા જેવી નથી. કારણ કે તે પણ વિકલ્પાત્મક હોવાથી શુભરાગાદિ સ્વરૂપ હોવાના કારણે મોહમય છે. અંતે તો ત્યાજ્ય જ છે. તેથી નિર્વિકલ્પક સાધના જ ઉત્સર્ગસાધના છે. આ રીતે વિચારતાં શુભસંકલ્પવાળી સવિકલ્પક સાધનાનો ત્યાગ કરવા રૂપ લવણોત્તારણનું કાર્ય કરતો એવો તું નિર્વિકલ્પક સાધના પ્રાપ્ત કરવા રૂપ સામર્થ્યયોગના પૂર્વભેદમય (પ્રથમ ભેદસ્વરૂ૫) શોભાયમાન આરતિને ઉતારવાની વિધિ પૂર્ણ કર.
સામર્થ્યયોગના બે ભેદમાંથી પૂર્વભેદ એટલે પ્રથમભેદ જે આઠમા ગુણસ્થાનકથી આવે છે તે ધર્મસન્યાસ નામના પ્રથમ ભેદાત્મક સામર્થ્યયોગ પ્રગટાવવા રૂ૫ શોભાયમાન આરતિ ઉતારવાની વિધિને હે જીવ! તું પૂર્ણ કર.
સામર્થ્યયોગનું ટુંકું લક્ષણ આવું સમજવું કે જે આત્મ-વીર્ય કર્મબંધના હેતુઓમાં (મિથ્યાત્વાદિ) પ્રવર્તે છે. તેવી પ્રવૃત્તિ ન કરવી. અર્થાત્ જે વીર્યપ્રવૃત્તિથી કર્મ બંધાય તેવી વિર્યપ્રવૃત્તિ ત્યજી દેવી. પણ પોતાના આત્માના ધર્મોની (ગુણોની) સાધનાના અનુભવની