________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૭૯ (६) क्षपकश्रेणिमध्यवर्तिसूक्ष्मकषायवतः समभिरूढनयेन क्रोधादिशमः = ક્ષપકશ્રેણીના મધ્યભાગમાં વર્તતા સૂક્ષ્મ એવા કષાયની માત્રાવાળા જ જીવો એટલે કે ૯૧૦ માં ગુણસ્થાનકમાં વર્તતા ક્ષપકશ્રેણીગત જે જીવો છે તેમાં વર્તતો પ્રથમ વિશિષ્ટ ક્ષયોપશમ ભાવનો અને જેમ જેમ કષાયો ક્ષય થતા જાય છે તેમ તેમ ક્ષાયિકભાવનો જે ચઢીયાતો ચઢીયાતો ક્રોધાદિ કષાયોનો શમભાવ તે સમભિરૂઢ નયથી શમભાવ જાણવો.
(૭) ક્ષીણ મોદવિષ પ્રવધૂન કષાયવિરામઃ = ક્ષીણમોહ, સયોગી અને અયોગી ગુણઠાણે જે પરિપૂર્ણ ક્ષાયિકભાવ પ્રાપ્ત થવાથી નિષ્પન્ન એવો જે ક્રોધાદિનો સમભાવ પ્રાપ્ત થયો છે તે સૌથી ચઢીયાતો, સર્વશ્રેષ્ઠ, અંતિમ કોટિનો જે શમભાવ છે તે એવંભૂતનયથી ભાવશમ જાણવો. આમ સાત નયો જાણવા. તેની ભાવના = ભાવાર્થ આ પ્રમાણે છે.
પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી વર્તમાનકાલ આવતા ક્રોધાદિ જો કરીશું તો તેના વિપાક = ફળો ઘણાં માઠાં આવે છે. આમ શાસ્ત્રાદિ જ્ઞાનના આધારે ચિન્તનાત્મક અને સ્મરણાત્મક એવા મતિ-શ્રુતજ્ઞાનથી જાણપણું આવવાથી તથા પાપોના ફળોનો ભય લાગવો ઈત્યાદિ કારણોથી મોહનીયકર્મના ઉદયગત ભાગનો ક્ષયોપશમભાવ કરીને તેને જીતીને જે સમભાવ રખાય તે પ્રથમના ચારનયે સમભાવ સમજવો અને વિશિષ્ટ વિશિષ્ટ ક્ષયોપશમ ભાવાદિના સાધનથી (એટલે તેવો વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ લેવો કે જે ક્ષાયિક ભાવનું નિકટના કાલમાં કારણ બને તેવા ક્ષયોપશમાદિ ભાવના સાધનથી) ક્ષાયિકભાવવાળો જે સમભાવ તે પાછલા ત્રણ નયોથી ભાવશમ જાણવો. આ જ ક્ષાયિકભાવવાળો શમભાવ મેળવવા જેવો છે, સાધ્ય છે, તેના સાધનસ્વરૂપે ક્ષાયોપથમિક ભાવનો શમભાવ પણ પૂર્વકાલમાં મેળવવા લાયક છે.
આ રીતે “શમભાવની પરિણતિ” જ જીવનમાં પ્રાપ્ત કરવા જેવી છે. કારણ કે “શમભાવમાં વર્તવું” એ જ જીવનો મૂલ સ્વભાવ છે. ક્રોધાદિમાં જવું એ તો વિકૃતિ છે, વિભાવદશા છે. કર્મબંધના હેતુભૂતદશા છે. તેથી વિભાવદશાને છોડીને આત્માના મૂળભૂત ધર્મમાં (સ્વભાવદશામાં-શમભાવમાં) પરિણામ પામવું એ જ હિતકારી-કલ્યાણકારી છે. તે કારણથી જ શુદ્ધ એવા અધ્યાત્મ-માર્ગમાં આ જીવની સાચી પ્રવૃત્તિ થાય છે. માટે બાહ્ય સંગનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપચિંતનાત્મક ધ્યાનમાં જોડાવું અને સંવરભાવોમાં જ ચાલવુંસંવરભાવોમાં જ વર્તવું, આ જ સાચું કર્તવ્ય છે. બાકી બધી પ્રવૃત્તિ બંધહેતુ જ છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય. શુભ હોય તો પુણ્યબંધ કરાવે અને અશુભ હોય તો પાપબંધ કરાવે, પણ કર્મબંધનું જ કારણ છે. માટે સંગત્યાગ-અધ્યાત્મધ્યાન, પરભાવ દશાનો ત્યાગ અને સંવરભાવમાં ચાલવું આ જ આત્માના હિતને કરનારાં છે માટે કર્તવ્ય છે.