________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૧
અનુભવાત્મકપણે પરિણામ પામેલું જે તત્ત્વજ્ઞાન છે તેને પાછલા નયોથી તત્ત્વદૃષ્ટિ કહેવાય છે. આવા પ્રકારનું આત્માની સાથે તન્મયપણે સ્પર્શનાત્મક બનેલું સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીની એકતાની સાથે ધ્યાનની એકાગ્રતાથી પ્રગટ થયેલા કેવલજ્ઞાન, કેવલદર્શનવાળા મહાત્મા પુરુષોને સામાન્યથી પાછલા ત્રણ નયની અપેક્ષાએ તત્ત્વદૃષ્ટિ હોય છે એમ સમજવું. છઠ્ઠા-સાતમા આદિ ગુણસ્થાનક-વર્તી મહાત્માઓને વ્યવહાર અને ઋજુસૂત્રનયથી તત્ત્વદૃષ્ટિ હોય છે અને અવિરતસમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધરને નૈગમ અને સંગ્રહનયથી તત્ત્વદૃષ્ટિ હોય છે આમ સમજી લેવું.
તત્ત્વ તરફની દૃષ્ટિ આવ્યા વિના આત્મપ્રશંસા આદિ મોહના દોષો દૂર થતા નથી, મોહનો નશો ઉતરતો નથી. તેથી શક્ય બની શકે તેટલા સર્વ પ્રકારના ઉપાયો અપનાવીને પણ આત્મતત્ત્વ તરફ દૃષ્ટિ મેળવવા અવશ્ય પ્રયત્ન કરવો. તેના માટે જ આ ઉપદેશ અપાય છે.
रूपे रूपवती दृष्टिर्दृष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥१॥
ગાથાર્થ :- રૂપમાત્રને જોનારી બાહ્યદષ્ટિ પુદ્ગલદ્રવ્યમાં રહેલા રૂપને જોઈને રૂપવાળા પુદ્ગલદ્રવ્ય ઉપર મોહાન્ધ બને છે. જ્યારે અરૂપી એવી તત્ત્વદષ્ટિ અરૂપી એવા આત્મદ્રવ્યમાં જ મસ્ત થાય છે. તેમાં જ લીન બને છે. III
ટીકા :- “રૂપે કૃતિ' રૂપવતી વૃષ્ટિઃ-પૌનિતા-પુત્પાતાભિજા પુત્પતિસ્વરૂપદ્માદ્દિળી, વૃષ્ટિ:-ચક્ષુ:, રૂપ-શ્વેતાવિમેનું પૃા, રૂપે-વળવી वर्णगन्धरसस्पर्श लक्षणे, विमुह्यति - मोहसाद्भवति । तुः - पुनः अरूपिणी-रूपरहिता दृग् ज्ञानरूपा आत्मचैतन्यशक्तिलक्षणा तत्त्वदृष्टिः नीरूपे - निर्गतमूर्तधर्मिणि वर्णादिरहिते, आत्मनि-शुद्धचैतन्यलक्षणे मज्जति-मग्नतां प्राप्नोति स्वरूपलीना भवति । अतो बाह्यदृष्टित्वमनादीनं विहाय स्वरूपोपयोगे दृष्टिः कार्या ॥१॥
વિવેચન :- રૂપવાળી એવી જે દૃષ્ટિ છે એટલે કે પુદ્ગલાત્મક જે દૃષ્ટિ છે, પુદ્ગલ દ્રવ્ય સંબંધી રૂપને ગ્રહણ કરનારી જે ચક્ષુસંબંધી દૃષ્ટિ છે, તે દૃષ્ટિ પુદ્ગલદ્રવ્યમાં રહેલા શ્વેતાદિ ભેદવાળા (શ્વેત-કૃષ્ણ-નીલ-પીત અને રક્ત) પાંચ પ્રકારના રૂપને જોઈને તે રૂપવાળા પુદ્ગલ દ્રવ્યમાં જ મોહાન્ધ બને છે, આ દ્રવ્ય મને ગમે છે, આ દ્રવ્ય મને ગમતું નથી. આમ ઈષ્ટા-નિષ્ટ બુદ્ધિવાળી બની છતી રાગ-દ્વેષ કરવા દ્વારા ચીકણાં કર્મો બંધાવનારી બને છે.