________________
૫૫૦ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર દૃષ્ટિ તે તત્ત્વદૃષ્ટિ કહેવાય છે. જે આ દૃષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે તો આત્મપ્રશંસા કરવાનું કે સાંભળવાનું મન જ ન થાય. કાન આડા હાથ આપવાનું જ મન થાય. મોહદશા ઘણી નબળી પડે અને આત્માનો વિજય થાય.
सा च नामतः उल्लापः अनेकानाम् । स्थापनातः तद्विचारणास्थिरचित्तानां मुद्रान्यासाद्यवलम्बिनाम् । द्रव्यतः संवेदनज्ञानं विविक्ततत्त्वानाम् । भावतः अनुभवात्मस्पर्शज्ञाननिमग्नचित्तानाम् । संवेदनज्ञानं यावद् नयचतुष्टयम् । अन्त्यनयत्रये स्पर्शज्ञानात्मकसम्यग्दर्शनसम्यक्चारित्रैकत्वध्यानैकतानिष्पन्नकेवलज्ञानिनाम् उत्सर्गतः तत्त्वदृष्टिर्बोद्धव्या, सर्वोपायसमूहतः स्वतत्त्वे दृष्टिः कार्या, तदर्थमुपदेशः -
હવે આ તત્ત્વદષ્ટિ ઉપર નામાદિ ચાર નિલેપા સમજાવે છે. જુદી જુદી અનેક વસ્તુઓનું જ્યારે જ્યારે તેવા તેવા ક્ષેત્રને આશ્રયી અને તેવા તેવા કાળને આશ્રયી “તત્ત્વદૃષ્ટિ” આવા પ્રકારના નામરૂપે ઉલ્લાપ-ઉલ્લેખ કરાય તે નામમાત્રથી તત્ત્વદષ્ટિ કહેવાય છે. તત્ત્વદૃષ્ટિની જ વિચારણા કરવામાં સ્થિર બન્યું છે ચિત્ત જેનું તેવા તથા સ્થિર આસને બેઠેલા અર્થાત્ પદ્માસન-પર્યકાસનાદિ કોઈ વિશિષ્ટ આસન વિશેષવાળી મુદ્રાનો ન્યાસ કરીને તેવી મુદ્રાના આલંબનવાળા આત્માઓ સ્થાપનાતત્ત્વદષ્ટિ કહેવાય છે. ભિન્ન ભિન્ન તત્ત્વોનું અભ્યાસાત્મક જે સંવેદનશાન થાય છે તે દ્રવ્યથી તત્ત્વદૃષ્ટિ કહેવાય છે અને પોતાના આત્માની સાથે અનુભવાત્મકપણે આત્માને સ્પર્શતા જ્ઞાનમાં તન્મય થયેલું છે ચિત્ત જેનું એવા મહાત્માઓની જે તત્ત્વદષ્ટિ છે તે ભાવથી તત્ત્વદષ્ટિ જાણવી. આ પ્રમાણે આ ચાર નિક્ષેપા કહ્યા. હવે સાત નય સમજાવાય છે.
સંવેદનશાન જ્યાં સુધી પ્રવર્તે ત્યાં સુધી પ્રથમના ચાર નય જાણવા અને અનુભવાત્મક અર્થાત્ સ્પર્શાત્મકજ્ઞાન પ્રવર્તે ત્યારે પાછલા ત્રણ નયો જાણવા. આમ ટીકામાં અતિશય સંક્ષેપ રૂપે આ નયો સમજાવ્યા છે. આગમશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અધ્યાત્મશાસ્ત્રો તથા વિવિધ પ્રકારના વિષયોનું શાસ્ત્રો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેનાથી શેયતત્ત્વ બરાબર સમજાઈ ચુક્યું હોય તેને સંવેદનશાન કહેવાય છે. પ્રથમના ચાર નયો સ્થૂલદષ્ટિવાળા હોવાથી તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેને જ તત્ત્વદૃષ્ટિ કહે છે. પાછલા ત્રણે નયો સૂક્ષ્મદષ્ટિવાળા છે તેથી ભિન્ન ભિન્ન અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેમાં શેયને જોયભાવે જાણીને ઉપેક્ષાભાવ પ્રાપ્ત કર્યો હોય, હેયતત્ત્વને હેયભાવે જાણીને તેનો ત્યાગ કર્યો હોય અને ઉપાદેયતત્ત્વને ઉપાદેયભાવે જાણીને સ્વીકાર કર્યો હોય. આમ આત્માની સાથે સ્પર્શવાળું