________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૪૯ તત્ત્વ શબ્દનો અર્થ વિચારીએ તો “ત–સ્ત્ર તેનો ભાવ, તે તે પદાર્થનું યથાર્થ જે સ્વરૂપ” તેને તત્ત્વ કહેવાય છે. જેમકે જીવદ્રવ્યમાં રહેલું જીવત્વ અર્થાત્ અનન્તચૈતન્યાત્મક સ્વસ્વરૂપ તે જીવનું તત્ત્વ, અજીવદ્રવ્યમાં રહેલું અજીવત્વ અર્થાત્ ચૈતન્યરહિતત્વ, જડત્વ એ અજીવનું તત્ત્વ, આમ સર્વે પણ દ્રવ્યોનું અવિપરીતપણે યથાર્થપણે જે સ્વરૂપ છે તે તત્ત્વ કહેવાય છે. એટલે કે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપથી યુક્ત સ્યાદ્વાદના વિષયવાળું જીવ-અજીવ પદાર્થોનું જે જે વાસ્તવિક સ્વરૂપ છે તેને તત્ત્વ કહેવાય છે. તેમાં પણ ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આમ પાંચે પણ દ્રવ્યોનું પોતપોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેને જો કે તત્ત્વ જ કહેવાય છે તો પણ આપણા આત્માને આશ્રય આપણા આત્માનું જે યથાર્થસ્વરૂપ છે તે સ્વતત્ત્વ સમજવું તે જ ઉપાદેય છે. બાકીનું બધું તો શેય માત્ર જ છે. તેથી મારા આત્માનું શું તત્ત્વ છે તે ખાસ જાણવા જેવું છે અને મેળવવા જેવું છે.
એકાન્તમાં બેસીને શાસ્ત્રોના અભ્યાસને અનુસાર આત્માર્થી જીવે આવા આવા વિચારો કરવા કે “આ મારા આત્માનું જે સાચું યથાર્થ સ્વરૂપ છે તે જ મસ્વરૂપ છે” (૧) હું શુદ્ધચિસ્વરૂપ છું અર્થાત્ અનંત-અપરિમિત જ્ઞાનમય મારો આત્મા છે. (૨) અનંત (સ્વાભાવિક) આનન્દમય મારું સ્વરૂપ છે. (૩) લોકાકાશના પ્રદેશો પ્રમાણ અસંખ્યાત પ્રદેશીપણું એ મારું સ્વરૂપ છે (૪) અનંત અનંત જ્ઞાનાદિપર્યાય (જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્યસુખાદિ પર્યાય) રૂપે પરિણમન પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૫) તથા પારિણામિક ભાવે (એટલે કે સહજ સ્વભાવે) ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યભાવે પરિણામ પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૬) અનંતભાગાધિક-અસંખ્યાતભાગાધિક ઈત્યાદિ ષડ્રગુણપણે પરિણામ પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૭) અગુરુલઘુ ગુણમાં વર્તવું એ મારું સ્વરૂપ છે. (૮) તથા પારમાર્થિક, એકાન્ત સુખવાળું, અત્યન્ત સુખાત્મક, નિરતિશય, અને કોઈ પણ જાતની બાધા-પીડા જ્યાં ન હોય એવું મોક્ષાત્મક જે સ્વરૂપ છે તે મારું સ્વરૂપ છે અને તે જ યથાર્થ એવું મારું પોતાનું સ્વતત્ત્વ છે. બાકીના સર્વે પણ બાહ્ય ભાવો માત્ર જ છે. સર્વે પણ ભાવો પૌદ્ગલિક છે, પર છે. સંયોગ સંબંધવાળા છે. કોઈ તાદાભ્ય સંબંધવાળા નથી. તેથી શેષ સર્વે પણ ભાવો મારા માટે હેય છે. મારે માટે તો સ્વતત્ત્વ જ ઉપાદેય છે.
તે સ્વતત્ત્વ તરફની જે દષ્ટિ, સ્વતત્ત્વ તરફનો જે પ્રેમ, સ્વતત્ત્વ તરફની શ્રદ્ધા, આત્મતત્ત્વ તરફનો જે પક્ષપાત, વારંવાર તેનો જ પક્ષ કરવો, પોતાના આત્મતત્ત્વનું અવલોકન કરવું. આ રીતે યથાર્થ અવબોધથી યુક્ત જે સ્વતત્ત્વ તરફના પક્ષપાતવાળી શ્રદ્ધાપૂર્વકની