SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ જ્ઞાનસાર તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯ | ॥ अथ एकोनविंशतितमं तत्त्वदृष्ट्यष्टकम् ॥ | विशिष्टोदयेन पुण्यप्राग्भावभारभारितस्य क्षायोपशमिकमत्यादिप्राग्भारोत्पनैकान्तिकतात्त्विकविकल्पकल्पनागौरवगरिष्ठस्य तत्त्वज्ञानविकलसकलजगज्जन्तुकृतस्तवनापूरपूरितश्रवणस्य तत्त्वदृष्टिमृते स्वोत्कर्षपरिहारो न भवति, अतस्तत्त्वदृष्टिः कार्या । तस्य भावः तत्त्वं-वस्तुस्वरूपम्, जीवे जीवत्वं तत्त्वमनन्तचैतन्यरूपम्, अजीवे अचैतन्यस्वरूपम् । तत्त्वं नाम अविपरीतस्याद्वादगोचरम् जीवादिपदार्थस्वरूपम् । तत्रापि स्वस्वस्थाने धर्माधर्माकाशपुद्गलजीवानां तत्त्वत्वम्, तथापि अस्य ममात्मनः स्वरूपं शुद्धचिद्रूपम्, अनन्तानन्दस्वरूपमसङ्ख्येयप्रदेशानन्तज्ञानादिपर्यायपारिणामिकोत्पादव्ययध्रौव्यत्वषड्गुणपरिणतागुरुलघुपारमार्थिकैकान्तिकात्यन्तिकनिरतिशयाबाधनिःश्रेयसरूपं स्वतत्त्वम् । तत्र दृष्टिः-दर्शनं श्रद्धानं प्रतिप्रेक्षणं तत्त्वावलोकनं वा यथार्थावबोधयुक्ता श्रद्धादृष्टिः तत्त्वदृष्टिः । તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના પોતાની પ્રશંસા કરવાનું કે સાંભળવાનું ત્યાજ્ય બનતું નથી, ઉલટું આ જીવ આત્મપ્રશંસાના વિકલ્પોમાં જ વધારે ડૂબી જાય છે. તેથી અનાત્મશંસન પ્રાપ્ત કરવા માટે તત્ત્વદૃષ્ટિ મેળવવી અતિશય આવશ્યક છે. આ વાત સમજાવે છે – વિશિષ્ટ એવો પુણ્યકર્મનો ઉદય થવાથી તેવા પ્રકારના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી (બાહ્ય ઋદ્ધિ-સિદ્ધિ-ધનદોલત-માનપાન-પ્રતિષ્ઠા આદિ રૂપ) બાહ્ય સંપત્તિના ભારથી ભારે થયેલા આ જીવને તથા ક્ષાયોપથમિક ભાવનાં મતિ-શ્રુત આદિ જ્ઞાનોના (મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગન્નાનાદિ અજ્ઞાનાત્મક જ્ઞાનોના) સામર્થ્યથી મનમાં ઉત્પન્ન થયેલા એવા એકાન્તવાદપૂર્વકના તાત્ત્વિક વિકલ્પોની (આત્મા નિત્ય જ છે અથવા અનિત્ય જ છે અથવા શરીરથી ભિન્ન જ છે કે અભિન્ન જ છે, અસ્તિરૂપ જ છે અથવા નાસ્તિરૂપ જ છે ઈત્યાદિ તત્ત્વસંબંધી એકાન્તવાદપૂર્વકની અનેક પ્રકારની માનસિક મનમાની) નવી નવી કલ્પનાઓના ભારથી ભારે થયેલા આ જીવને તથા તત્ત્વજ્ઞાન વિનાના સામાન્ય એવા સંસારી જીવો દ્વારા કરાયેલી પ્રશંસાના પૂરથી ભરપૂર ભરાયા છે કાન જેના એવા મોહાલ્વ અને આત્મપ્રશંસા કરવાનું અને સાંભળવાનું ઘેલુ લાગ્યું છે જેને એવા જીવને તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સ્વોત્કર્ષનો નશો ઉતરતો નથી. આત્મપ્રશંસાના પરિહારની (ત્યાગની) બુદ્ધિ આવતી નથી. આ કારણથી તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કરવી અતિશય જરૂરી છે તે સમજાવાય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy