________________
૮૧૬ તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર અંશે વિભાવદશાનો ત્યાગ કરીને આ જીવ સ્વભાવદશાના ક્ષાયોપથમિકભાવના અને સાયિકભાવના ગુણો પ્રાપ્ત કરીને તે ગુણોની સાથે એકતા પામવા રૂપ તપ કરે છે તે નિર્જરાત્મક બીજો તપ કહેવાય છે.
આ કારણે આત્માર્થી મુમુક્ષુ જીવોએ પરભાવના આસ્વાદનની લીલા રૂપ (પૌલિક ભૌતિક સુખોના આનંદની લીલા રૂ૫) અશુદ્ધ અધ્યવસાયોનો ત્યાગ કરીને પોતાના આત્માના ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવના શુદ્ધ ગુણાત્મક સ્વરૂપના આનંદમાં મગ્નતા પ્રાપ્ત કરવા રૂપ ભાવ ત૫ (અભ્યન્તરતપ-નિર્જરાત્મક તપ) કરવો જોઈએ.
આ તપ સંવરાત્મક પણ છે અને નિર્જરાત્મક પણ છે. કારણ કે જેટલા અંશે પરભાવદશાની રમણતાનો ત્યાગ છે તેટલા અંશે નવા નવા કર્મબંધના કારણરૂપ કાર્મણવર્ગણાના પુલોનું અગ્રહણ થવા રૂપ સંવર પણ છે અને પૂર્વકાળમાં બાંધેલાં અને હાલ સત્તામાં રહેલાં એવાં સત્તાગત કર્મોની તથા આદિ શબ્દથી હાલ બંધાતાં એવાં પણ કેટલાંક કર્મોની નિર્જરા કરવા રૂપ આ તપ છે તેથી તે નિર્જરાત્મક પણ છે. આમ પરભાવદશાના ત્યાગપૂર્વક સ્વભાવદશાની એકતા રૂપ જે તપ છે તે તપ સંવરાત્મક અને નિર્જરાત્મક એમ ઉભયાત્મક છે.
આવા પ્રકારના તપ વડે દેવભવ આદિ પુણ્યની ઈચ્છા કરવી તે યોગ્ય નથી. નિર્જરા કરાવે એવા તપથી શુભકર્મનો બંધ થાય આ વાત કેમ ઘટે? અર્થાત્ તપ નિર્જરા કરાવે પણ પાપનો બંધ તો ન કરાવે પણ પુણ્યનો બંધ પણ ન કરાવે.
પ્રશ્ન :- આવા પ્રકારનો તપ કરનારા તપસ્વી જીવો શુભ ભાવવાળા હોવાથી દેવ આયુષ્ય (આદિ પુણ્યપ્રકૃતિઓ)નો બંધ તો કરે છે (નરકાયુષ્ય આદિ અશુભ પ્રવૃતિઓ બાંધતા નથી) તો શુભકર્મ બાંધતા હોવાથી આશ્રવવાળા છે, તેને સંવરાત્મક તપ કેમ કહેવાય? જ્યાં આશ્રવ હોય, બંધ હોય, ત્યાં સંવર છે આમ કેમ કહેવાય? અર્થાતું ન કહેવાય. તો તમે આવા તપને સંવરાત્મક તપ કેમ સમજાવો છો?
ઉત્તર :- ઉત્તમ તપ આચરણ કરવાવાળા મહાત્મા પુરુષો વડે જે દેવ આયુષ્ય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર આદિ પુણ્ય પ્રકૃતિઓ બંધાય છે તે પુણ્યકર્મનો બંધ તપ વડે થતો નથી પણ તપગુણ ઉપરનો રાગ અને આદિ શબ્દથી તપગુણવાળા તપસ્વી વગેરે પુરુષો ઉપરનો જે ગુણાનુરાગ છે અને તે ગુણાનુરાગના કારણે તથા આવા તપગુણમાં અને તપસ્વીઓને જે અવરોધ કરનારાં તત્ત્વો છે તે તત્ત્વો ઉપર જે નાખુશી ભાવ રૂપ