________________
૩૯૮
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
તે સ્પર્ધકો પણ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ થાય છે. તે સ્પર્ધકોનો જે સમુદાય તે બીજું યોગસ્થાનક કહેવાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવોને આશ્રયી યોગસ્થાનો ત્યાં સુધી કહેવાં કે યાવત્ સર્વથી ઉત્કૃષ્ટ યોગસ્થાનક આવે કે જે સંશી પંચેન્દ્રિય પર્યાપ્તાને હોય છે. જઘન્ય યોગસ્થાનકથી માંડીને યાવત ઉત્કૃષ્ટ યોગસ્થાનક સુધીનાં સર્વે પણ યોગસ્થાનો કુલ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય છે તેટલાં થાય છે. અર્થાત્ અસંખ્યાતાં યોગસ્થાનો હોય છે. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમની ચિત્ર-વિચિત્રતાથી આ સર્વ સમજી લેવું.
ननु जीवानामनन्तत्वात् प्रतिजीवं च योगस्थानस्य प्राप्यमाणत्वादनन्तानि योगस्थानानि प्राप्नुवन्ति, कथमुच्यते असङ्ख्येयानि ? उच्यते यत एकैकस्मिन् योगस्थाने सदृशे सदृशे वर्तमानाः स्थावरजीवाः अनन्ताः प्राप्यन्ते । ततः सर्वजीवापेक्षयापि सर्वाणि योगस्थानानि केवलज्ञानेन परिभाव्यमानानि असङ्ख्येयान्येव प्राप्यन्ते, नाधिकानि । एकस्मिन् योगस्थाने एको जीवः जघन्यतः एकं समयमुत्कृष्टतः अष्टौ यावत्तिष्ठति । एवं योगस्थानतारतम्येन सर्वजीवेषु योगबाहुल्यं गाथाक्रमेण वक्तव्यम् -
આ સંસારમાં જીવો અનંત છે અને પ્રત્યેક જીવને કોઈને કોઈ (હીનાધિકતાવાળું) યોગસ્થાનક અવશ્ય સંભવે જ છે. તેથી એક એક જીવવાર એક એક યોગસ્થાનક વિચારીએ તો જીવો અનંતા હોવાથી યોગસ્થાનક અનંતા હોવાં જોઈએ, તો આપશ્રી દ્વારા એમ કેમ કહેવાય છે કે યોગસ્થાનક અસંખ્યાતાં જ છે ?
આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે - સરખે સરખા એક એક યોગસ્થાનકમાં વર્તતા સ્થાવર જીવો અનંતા અનંતા પ્રાપ્ત થાય છે. અર્થાત્ અનંતા અનંતા સ્થાવર જીવોનું યોગસ્થાનક સરખે સરખા કરણવીર્યવાળું હોય છે. તેથી તે જીવોને પ્રત્યેકને ભિન્ન ભિન્ન યોગસ્થાનક હોવા છતાં પરસ્પર સદેશ હોવાથી એક જ યોગસ્થાનક ગણાય છે. માટે સંસારી સર્વ જીવોની અપેક્ષાએ પણ સર્વે યોગસ્થાનકો કેવલજ્ઞાની પરમાત્મા વડે કેવલજ્ઞાન દ્વારા અસંખ્યાતાં જ જોવાયેલાં છે પણ તેનાથી અધિક જોવાયેલાં નથી. એક એક યોગસ્થાનકમાં સ્થાવર જીવો અનંતા અનંતા હોવાથી કુલ યોગસ્થાનો અસંખ્યાતાં જ થાય છે. પણ અનંતા થતાં નથી.
પ્રશ્ન :- કોઈપણ એક યોગસ્થાનક ઉપર જીવ જઘન્યથી કેટલો કાળ રહે અને ઉત્કૃષ્ટથી કેટલો કાળ રહે !