________________
૩૯૨
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
रम्या, रम्यतया अव्यापकत्वम्, तदभिमुखं वीर्यापसरणपरिसर्पणरहितं मौनमुत्तमं प्रशस्यम् । भावना च परभावानुगचेतनावीर्यप्रवर्तनं चापल्यं, तद्रोधः मौनमुत्तममुत्कृष्टमायत्यात्मनीनं । यद् योगचापल्यं च (तद् ) नात्मकार्यम्, तेन तद्रोधः શ્રેયાન્ । યોગસ્વરૂપ ર્મપ્રવૃતી (વધનાળ ગાથા-રૂ થી ૧) |
વિવેચન :- “બોલવું નહીં”, “વાણીનું ઉચ્ચારણ ન કરવું”, “શબ્દ પ્રયોગ ન કરવો’” તે મૌન કહેવાય. આ વાત જૈનસમાજમાં અને લોકમાં પણ સર્વત્ર પ્રસિદ્ધ છે. પરંતુ કંઈક સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ તો સમજાશે કે માત્ર બોલવું નહીં. આવું મૌન તો પૃથ્વીકાય-અકાય આદિ એકેન્દ્રિયના ભવોમાં પણ ઘણું જ સુલભ હોય છે. આવા પ્રકારનું મૌન તો સુખે સુખે પ્રાપ્ત કરી શકાય છે. તેવા પ્રકારનું તે મૌન કંઈ મુક્તિનું સાધક બને નહીં, કારણ કે જો આમ બને તો બધા જ એકેન્દ્રિય જીવો મૌનવ્રતધારી થવાથી મોક્ષે જ જાય. પણ આમ બનતું નથી. તેથી સમજાય છે કે “મૌન શબ્દનો અર્થ અહીં - મોક્ષની સાધનામાં કંઈક બીજો જ છે” તેથી એ અર્થ હવે સમજાવે છે
પુદ્ગલસ્કંધો તરફ મન-વચન અને કાયાના યોગોની જે અપ્રવૃત્તિ છે તે જ સાચું મૌન છે. પુદ્ગલાસ્તિકાયના સ્કંધો મૂર્ત છે, રૂપી છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાનવાળા છે. તે વર્ણાદિ ગુણોમાં ક્યાંક ઈષ્ટતાબુદ્ધિ અને ક્યાંક અનિષ્ટતા બુદ્ધિ આ જીવ મોહના ઉદયથી કરે છે. તેથી પુદ્ગલદ્રવ્યોના ઈષ્ટ વર્ણાદિમાં રાગબુદ્ધિ અને અનિષ્ટ વર્ણાદિમાં દ્વેષબુદ્ધિ થાય છે, તેના કારણે અનેક પ્રકારના કષાયો, કલેશો, ઝઘડાઓ અને મારામારી થાય છે. આત્મા સંકલ્પ-વિકલ્પોમાં જોડાય છે. ક્લિષ્ટપરિણામી બને છે, તીવ્ર કર્મો બાંધે છે. તે કારણે પુદ્ગલદ્રવ્યોમાં એટલે કે પુદ્ગલના સ્કંધોમાં ઉત્પન્ન થયેલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને સંસ્થાન વગેરે ભાવોમાં દ્રવ્યથી અને ભાવથી મનયોગ, વચનયોગ અને કાયયોગની જે અપ્રવૃત્તિ કરવી અર્થાત્ પ્રવૃત્તિ ન કરવી તે જ રમણીય છે. તે જ શ્રેષ્ઠ મૌન છે. તેથી પૌદ્ગલિક ભાવોમાં જે અપ્રવૃત્તિ રાખવી એ જ રમણીય છે, આવા પ્રકારનું આ મૌન શ્રેષ્ઠ હોવાથી અર્થાત્ રમણીય હોવાથી સર્વ જીવોમાં વ્યાપકપણે સંભવતું નથી. કોઈકમાં જ સંભવે છે. જેમ રત્નમણિ શ્રેષ્ઠ હોવાથી સર્વના ઘરે સુલભ નથી તેમ આ મૌન શ્રેષ્ઠ અને દુષ્કર હોવાથી અવ્યાપક છે. સર્વ જીવોમાં સંભવી શકતું નથી. સાચા આત્માર્થી જીવોમાં જ સંભવે છે.
પુદ્ગલસ્કંધોમાં પ્રશંસનીય વર્ગાદિ હોય તો પણ તેને અભિમુખપણે (તેના તરફ) ઈષ્ટતાબુદ્ધિએ અને અપ્રશસ્ત વર્ણાદિ હોય તો તેના તરફ અનિષ્ટતાબુદ્ધિએ વીર્યનું પ્રવર્તાવવું અને ન પ્રવર્તાવવું ઈત્યાદિ જે ભાવો છે તે દૂષિત ભાવો છે, સંસાર વધારનારા ભાવો છે.