________________
૧૪
બદલાયા વિના રહે જ નહીં. અનાદિ કાલીન મોહવાસનાના ઝેરીલા વાતાવરણમાંથી આ જીવ અવશ્ય યુ-ટર્ન લે જ, પરિણતિની ધારા બદલાય જ, સંસારી ભાવોમાં રસને બદલે ખેદ ઉત્પન્ન થાય અને નિરસતા વધતી જાય, શુદ્ધ આત્મતત્ત્વ તરફનો વળાંક શરૂ થાય, શુદ્ધ તત્ત્વ પ્રાપ્ત કરવાની લગની લાગે, સંસારનાં સુખો પણ ઉપાધિભૂત અને હેય લાગે. નિર્મળ બુદ્ધિનો વિકાસ થાય. આવા પ્રકારના ચમત્કારિક ભાવો સર્જે એવી આ ગ્રન્થરચના છે. વારંવાર નિરંતર શ્લોકો ગાવાનું, રટન કરવાનું અને કંઠસ્થ કરવાનું જ મન થાય તેવી સુંદર શૈલી છે. અનુપમ અનુષ્ટુપ છંદ, મીઠા મધુરા શબ્દો, સરળ અર્થો, આત્મસ્પર્શી ભાવો, પૂર્ણપણે ખીલેલી અધ્યાત્મદશામાંથી પ્રગટેલી શબ્દરચના, પરસ્પર કાર્યકારણભાવથી ભરેલી અષ્ટકશૈલી, આવી આવી અનેક ચમત્કૃતિઓનો ભંડાર આ ગ્રન્થમાં છે. વિશેષ તો આ
ગ્રન્થને જે ભણશે તેને જ તે ગ્રન્થની ગરિમા સમજાશે.
જ્ઞાનસારમાં ચમત્કારિક સુવાક્યો
જ્ઞાનસારાષ્ટકના લગભગ બધા જ શ્લોકો મનને વૈરાગ્યથી મુગ્ધ કરે, મોહદશાની ઘેરી મૂર્છાનો નાશ કરે તેવા ચમત્કારિક સુવાક્યોથી ભરેલા છે. બે-ચાર નમુના અહીં ટાંકીએ છીએ, કેવા કેવા આત્મસ્પર્શી ભાવો તેમાં ભર્યા છે ?
(૧) ધન-ધાન્યાદિ પરદ્રવ્યની વૃદ્ધિથી થતી જે પૂર્ણતા છે, તે સગા-સ્નેહીઓના માગી લાવીને પહેરેલા દાગીના તુલ્ય છે કારણ કે નાશવંત છે. અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિથી થતી જે પૂર્ણતા છે તે સ્વાભાવિક છે અને પોતાના કમાયેલા કિંમતી રત્નોના દાગીના તુલ્ય છે. કારણ કે સદા રહેનાર છે. (૧-૨)
(૨) પરમાં સ્વબુદ્ધિ કરનારા અને તેનાથી અહંકારી બનેલા રાજાઓ સદાકાળ પોતાની ન્યૂનતા જ દેખનારા છે. (સદાકાળ દુઃખી જ છે, ઈર્ષ્યાની આગથી બળ્યા જ કરે છે.) પરંતુ સ્વમાં સ્વબુદ્ધિ કરનારાને ઈન્દ્રથી પણ પોતાનામાં કમીના દેખાતી નથી. (તેથી સદા સંતોષી અને સુખી છે.) (૧-૭)
(૩) જે આત્માને જ્ઞાનરૂપી અમૃતના સાગર સમાન શુદ્ધ આત્મતત્ત્વમાં મગ્નતા પ્રગટી છે તેને વિષયાન્તરમાં જોડાવું પડે તે હલાહલ-ઝેર જેવું લાગે છે. (૨-૨)
(૪) હું (અö) અને મારું (મમ) આ બન્ને મોહરાજાના મંત્રો છે તે જગતને અંધ બનાવે છે. જ્યારે તેની પૂર્વે ન જોડવામાં આવે છે ત્યારે તે (ના ં-ન મમ) મોહરાજાને જિતનારો પ્રતિમંત્ર થાય છે. (વિરોધી મંત્ર બને છે.) (૪-૧)