________________
૧૩
વિભાવદશાની પરાઠુખતા, વૈરાગ્યની વૃદ્ધિ, શુદ્ધ આત્મતત્વનો અનુભવ, આત્મગુણોની જ રમણતા, દેહ અને દેહીની ભેદબુદ્ધિ, સ્વતત્ત્વનું યથાર્થ ભાન, જ્ઞાન-ક્રિયાની પરસ્પર સાપેક્ષતા, નિશ્ચય-વ્યવહારનો સમન્વય અને સંવેગ-નિર્વેદ ભાવવાળી શુદ્ધ આત્મતત્ત્વની પરિણતિની જનતા આવા પ્રકારના અપૂર્વ અપરિમિત ભાવો પ્રગટ થાય તેવા ભાવવાળી આ ગ્રન્થરચના છે. આ ગ્રન્થને વારંવાર જે ભણે-ગણે અને સાંભળે તે જ તેના તત્ત્વને સમજે અને સાચા તત્ત્વને પામે.
પૂજય ગ્રન્થકર્તા શ્રી યશોવિજયજી મ.શ્રીનું જીવનચરિત્ર અને પ્રકાશિત કરેલા દ્રવ્યગુણ પર્યાયના રાસમાં સવિશેષ પ્રકાશિત કર્યું છે. માટે અહીં ફરીથી લખતા નથી, ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર ગ્રન્થકારે પોતે જ ગ્રન્થના ભાવાર્થને સૂચવતો એક ગુજરાતી ભાષામાં ટબો બનાવ્યો છે તથા પૂજ્ય ગંભીરવિજયજી મ. કૃત સંસ્કૃત ટીકા પણ છે તથા પૂજય આ. ભગવંત શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીનું કરેલું ગુજરાતી વિવેચન અને પંડિત રમણભાઈ સી. શાહનું કરેલું વિવેચન હાલ પ્રસિદ્ધ છે તથા આ જ્ઞાનસાર ગ્રન્થ ઉપર “જ્ઞાનમંજરી” નામની સંસ્કૃત ટીકા પૂજ્ય શ્રી દેવચન્દ્રજીએ બનાવી છે. આ ટીકા કંઈક કઠીન અને દુઃખે સમજાય તેવી છે. છતાં વિશેષ ઉપયોગી છે. જ્ઞાનસારાષ્ટકની મઘમઘતી અતિશય સુગંધને ચોતરફ ફેલાવનાર અને વાતાવરણના માહોલને આત્મતત્ત્વની વિશિષ્ટ પ્રેરણા દ્વારા સ્વભાવ સન્મુખ કરનારી આ ટીકા છે. તેથી તે જ્ઞાનમંજરીનો ગુજરાતી અનુવાદ અમે લખ્યો છે અને તેને આ ગ્રંથમાં પ્રકાશિત કર્યો છે.
“સાર” શબ્દથી અંકિત રચના કરવાની પદ્ધતિ પૂર્વકાળથી ચાલી આવતી હોય એમ લાગે છે. લોકસારાધ્યયન, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, યોગસાર, તત્ત્વસાર, પ્રવચનસારોદ્ધાર, ઈત્યાદિ અનેક ગ્રન્થો સાર શબ્દથી જોડાયેલા છે. તેને અનુસરીને પૂજય ઉપાધ્યાયજી મહારાજશ્રીની રચનામાં પણ જ્ઞાનસાર, અધ્યાત્મસાર નામના ગ્રન્થો જોવા મળે છે. પૂજય હરિભદ્રસૂરિજીના ગ્રન્થોમાં સમુચ્ચય શબ્દ જોવા મળે છે. શ્રી યોગદષ્ટિ સમુચ્ચય, પદર્શન સમુચ્ચય વગેરે. તથા ટીકાગ્રન્થોમાં “મંજરી” શબ્દ જોવા મળે છે. જેમકે સ્યાદ્વાદમંજરી, જ્ઞાનમંજરી ઈત્યાદિ.
...........જ્ઞાનસારાષ્ટકની ગરિમા
•
•
૩૨ અષ્ટકોનો બનેલો આ ગ્રન્થ છે. તે અનેક ચમત્કૃતિઓનો ખજાનો છે. પ્રત્યેક શ્લોકમાં અદ્ભુત મીઠાશ અને મધુર ટકોર ટંકારાયેલી છે. સાચા આત્માર્થી જીવની દૃષ્ટિ