________________
જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮
૨૪૩ आवृतत्वेन गुरुनिमित्तात् प्राग्भावं लभते । तत्र प्रथमं सविकल्पयुतजिज्ञासादिनिमित्तसापेक्षं सम्यग्दर्शनादिकं प्रकटयति । तेनैव वर्धमानेन निर्विकल्पकमभेदरत्नत्रयीरूपं निमित्ताद्यपेक्षां विनाऽपि गुणपरिणामरूपं सहजधर्मपरिणामं परिणमयति, तदा सविकल्पा साधना त्याज्या एव भवति । उक्तञ्च योगदृष्टिसमुच्चये -
ઔદયિકભાવની સંપત્તિ કર્મોદયજન્ય હોવાથી બાધક છે મોહ કરાવનારી છે. આ સંપત્તિમાં મૂઢ થયેલ આત્મા બહિરાત્મા કહેવાય છે. તેમાંથી બહાર આવવા માટે ઘાતકર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી ક્ષાયોપથમિકભાવના જ્ઞાનાદિ ગુણોની સંપત્તિ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સાધનભૂત છે, માટે પ્રારંભમાં તે પ્રાપ્ત કરવા જેવી છે. આ ક્ષાયોપથમિકભાવના ગુણોની સંપત્તિને મેળવતો આત્મા સાધકદશાવાળો હોવાથી અન્તરાત્મા કહેવાય છે અને તે ૪ થી ૧૨ ગુણસ્થાનકવર્તી હોય છે.
પરંતુ ઘાતકર્મોનો સર્વથા મૂલમાંથી ક્ષય કરીને ક્ષાયિકભાવની ગુણસંપત્તિ (કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ અને અનંતવીર્યાદિ ગુણસંપત્તિ) પ્રાપ્ત કરવાનો જ્યારે અવસર આવે છે ત્યારે “સુસંગોથા” સારા સત્સંગથી સુદેવ અને સુગુરુના પરિચયથી તથા સ્વાધ્યાય, કલ્યાણમિત્ર વગેરેના સહવાસથી ઉત્પન્ન થયેલા (જીવનમાં ઉઘડેલા) એવા પણ ક્ષાયોપથમિક ભાવના ધર્મો = ભેદ રત્નત્રયી સ્વરૂપ મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનો, સામાયિકાદિ ચારિત્ર અને ક્ષાયોપથમિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ આ આત્માના ગુણો હોવા છતાં પણ તે ત્યજવા જેવા છે. કારણ કે ક્ષાયોપથમિક ભાવ હોવાથી તેમાં જેમ ગુણોનો આવિર્ભાવ છે, તેમ સાથે સાથે કર્મોનો ઉદય પણ ચાલુ હોવાથી ઘણા ઘણા અંશે તે ગુણો ઢંકાયેલા પણ છે. સર્વથા આવિર્ભાવ સ્વભાવવાળા આ ગુણો નથી. “ન મામા કરતાં કાણા (કહેણીયા) મામા પણ સારા” એ ન્યાયે ક્ષાયોપથમિક ભાવના ગુણો સાધનાકાલમાં આદરવા જેવા છે. કારણ કે તે ક્ષાયિકભાવની પ્રાપ્તિના કારણભૂત છે. પરંતુ ક્ષાયિકભાવના ગુણો કર્મોના ઉદયથી સર્વથા નિરપેક્ષ, પરિપૂર્ણ આવિર્ભત સ્વભાવવાળા ગુણો છે. તેથી તે ગુણો જ્યારે આવતા હોય ત્યારે આ ગુણો ગુણસ્વરૂપ હોવા છતાં પણ ત્યાજ્ય છે.
અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણ આ ત્રણે કષાયોના ક્રોધ-માનમાયા અને લોભાત્મક ૧૨ ભેદોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા ઉપકારક્ષમા-અપકારક્ષમાવિપાકક્ષમા અને વચનક્ષમા એમ ચાર પ્રકારના ક્ષમાધર્મો તેવી જ રીતે માનાદિ કષાયોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા માર્દવ, આર્જવ અને સંતોષ ઈત્યાદિ ધર્મો, ક્ષાયિકભાવના ધર્મોની પ્રાપ્તિ કરાવવામાં અવશ્ય નિમિત્તભૂત છે. માટે પ્રથમના કાલમાં આ ક્ષમા-માર્દવ-આર્જવા