________________
૨૪૪ ત્યાગાષ્ટક - ૮
વિજ્ઞાનસાર અને સંતોષ સાધનરૂપ છે. તેથી સ્વીકારવા યોગ્ય છે. તો પણ સંજ્વલન કષાયના ઉદયનો ક્ષય થતાં બારમા ગુણસ્થાનકે સર્વથા મોહના ક્ષયથી જ્યારે ક્ષાયિકભાવના ક્ષમાદિ ધર્મો આવે ત્યારે તે ક્ષાયોપથમિક ભાવના ક્ષમાદિ ધર્મો ત્યાજ્ય છે.
દુર્ગુણોની જ બહુલતા જ્યારે હોય છે ત્યારે તે દુર્ગુણોને દૂર કરવા માટે અપૂર્ણ ગુણો પણ પ્રાપ્ય બને છે. પરંતુ પરિપૂર્ણ ગુણોની પ્રાપ્તિકાલે અપૂર્ણગુણો ત્યાજ્ય બને છે. માટે ઉત્તમ એવો ધર્મ સન્યાસયોગ પામીને (ક્ષાયોપથમિક ભાવના ધર્મોનો પણ ત્યાગ કરવા વાળી ક્ષપકશ્રેણિગત અવસ્થાને પામીને) ત્યાં ક્ષમા-માર્દવતા-આર્જવતા-સંતોષાદિ આત્માના ગુણો હોવા છતાં પણ તે ક્ષયોપશમભાવના છે. કર્મના ઉદયની સાથે સંબંધવાળા છે માટે ત્યાજ્ય છે. ક્ષપકશ્રેણીમાં આવેલો આ ધર્મસન્યાસયોગ ઉત્તમોત્તમ છે. ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિસ્વરૂપ છે. અભેદરત્નત્રયી-આત્મક છે. આત્માના પોતાના ધર્મપરિણામાત્મક છે. સ્વાભાવિકપણે ગુણાત્મક પરિણમન સ્વરૂપ છે. કર્મોના ઉદયની કે કર્મોના સંબંધની જરા છાંટ પણ જેમાં નથી એવો આ ધર્મસન્યાસયોગ છે. તેને મેળવીને ક્ષાયિક ભાવના ગુણોને પ્રાપ્ત કરીને ક્ષાયોપથમિક ભાવના ધર્મો પણ ત્યાજ્ય બને છે.
કવામાં પડી ગયેલા માણસને બહાર આવવા માટે ત્યાં લટકાવેલી સાંકળ આલંબન રૂપ છે. તેને પકડીને જ બહાર અવાય છે. અતિશય આધાર સ્વરૂપ છે. મજબૂત રીતે પકડવા સ્વરૂપ છે. તો પણ કુવાની કાંઠી ઉપર આવ્યા પછી કુવા બહાર પગ સ્થિર કર્યા બાદ તે સાંકળ જેમ છોડવા જેવી જ છે. જો છોડીએ નહીં તો યથેષ્ટ સ્થાને પહોંચી ન શકાય, કુવાના કાંઠા ઉપર જ ચોંટી રહેવાનો પ્રસંગ આવે. તેમ અહીં સમજવું.
તે ધર્મસન્યાસયોગ કેવો છે? ચંદનની ગન્ધતુલ્ય છે. ચંદન પણ ઘણું જ સુગંધી હોય છે તથા તલાદિનું તેલ ગુલાબ આદિનાં પુષ્પો નાખીને ઉકાળીને બનાવ્યું હોય ત્યારે તે તેલ પણ ઘણું જ સુગંધી હોય છે. ઘણી જાતના અત્તર પણ સુગંધી હોય છે. પરંતુ ઉપરોક્ત સર્વે વસ્તુઓમાં ઘણું જ અંતર છે. તે આ પ્રમાણે -
તલના તેલમાં કે બીજા કોઈપણ પ્રકારના તેલમાં ઉકાળવાથી જે સુગંધપણું આવે છે તે “સંગસંભવિત” છે એટલે કે ગુલાબ, મોગરો, જાઈ વગેરેના પુષ્પાદિના સંગ (સંયોગ)ના નિમિત્તે ઉત્પન્ન થયેલી સુગંધ છે, તેલ પોતે સ્વયં સુગંધી નથી, પરદ્રવ્યના મિશ્રણથી સુગંધ આવેલી છે. એટલું જ નહીં પણ પરદ્રવ્યની જ સુગંધ તે તેલમાં છે, જ્યારે ચંદનમાં જે સુગંધ છે તે સહજસ્વરૂપે છે. પોતાની જ સ્વયં સુગંધ છે. ચંદનના કાષ્ઠમાં તાદાભ્યપણેઅભેદભાવે રહેલી એટલે કે સ્વાભાવિકપણે જ ઉત્પન્ન થયેલી આ સુગંધ છે. પરંતુ ગુલાબ, મોગરો વગેરેનાં પુષ્પોરૂપી પરદ્રવ્યના સંગથી ઉત્પન્ન થયેલી આ સુગંધ નથી એવી જ રીતે