________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક - ૧૮
૫૨૭
આવાં ગાણાં ગાવાનું મન જે જે કાર્યો કર્યાં હોય તેમાં મમત્વબુદ્ધિ હોય તો જ થાય છે. આ મમત્વવાળી બુદ્ધિ કર્મબંધનું કારણ છે. માટે તેવા પ્રકારની આત્મશંસાથી ભિન્ન જે કથન તે અનાત્મશંસા, તેનું નિરૂપણ કરવા સ્વરૂપે આ અષ્ટક કહેવાય છે.
ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ સુગમ છે. અનાત્મશંસન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે જે અનાત્મશંસન દ્રવ્યથી છે તેના બાહ્ય-લૌકિક અને અંતરંગ લોકોત્તર એમ બે ભેદ છે અને ભાવથી જે અનાત્મશંસન છે તેના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ છે. તેથી ચિત્ર આ પ્રમાણે થાય છે.
નામ
સ્થાપના
નિક્ષેપ
બાહ્ય
દ્રવ્ય
અંતરંગ અશુદ્ધ
લોકોત્તર
ભાવ
શુદ્ધ
લૌકિક
ત્યાં લૌકિક બાહ્ય અનાત્મશંસન કોને કહેવાય ? તે સમજાવે છે. પારકાનાં ધન, પારકાનાં ઘર અને પરની સ્રી આદિ જે કોઈ પરપદાર્થો છે તે પોતાના ભોગને યોગ્ય નથી. તે પદાર્થોને આ જીવ મનથી, વચનથી અને કાયાથી પર માને છે. તેથી પોતાના ભોગાદિના પ્રયોજનનો જેમાં જેમાં અભાવ છે એવાં પરસ્ત્રી-ધન-ગૃહાદિને “આ મારાં નથી” આવા પ્રકારની ચિંતવણા-વિચારણા કરવી, આવું બોલવું અને વર્તવું તે લૌકિકબાહ્ય અનાત્મશંસન કહેવાય છે.
જે ધન, ઘર, શરીર અને સ્વજનો વગેરે પોતાનાં છે, પોતાના ભોગને યોગ્ય છે અને આ જીવ ભોગ-ઉપભોગમાં જેનો વ્યવહાર પણ કરે છે અને કરી શકે છે. છતાં તે સઘળા પદાર્થો વિનાશી હોવાથી, (૧) આ ભવમાં પણ આપણે જવાનો સમય આવે તે પહેલાં પણ ક્યારેક ક્યારેક ચાલ્યા જાય છે, (૨) પરભવમાં જતાં કોઈપણ જાતની સહાય કરનારા નથી, (૩) કેવળ દુઃખની જ ઉત્પત્તિમય છે, તથા (૪) સ્વજનો પણ ખાસ કરીને પોતપોતાના સ્વાર્થમાં જ પ્રતિબદ્ધ છે માટે “આ બધા પદાર્થો પર છે મારા નથી.” આવા