________________
૫૨૬
અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર
|॥ अथ अष्टादशं अनात्मशंसाष्टकम् ॥
निर्भयत्वं सर्वपरभावत्यागे भवति, परभावत्यागश्च तेषु परभावेषु अनात्मज्ञानेन भवति । तदर्थं यदात्म-व्यतिरिक्तं तदनात्म, तस्य शंसनं-कथनं तत्स्वरूपमनात्मशंसाष्टकं व्याख्यायते । तत्र नामस्थापने सुगमे । द्रव्यतः अनात्मशंसनं द्विविधम्, बाह्यमन्तरङ्गञ्च । तत्र बाह्यं-लौकिकं यत्स्वभोगादिप्रयोजनाभावे परधनगृहकलत्रादौ न ममेदमित्यारेकारूपं ज्ञानम् । तथा अन्तरङ्ग-लोकोत्तरं यद् धनस्वजनतनुप्रमुखं विनाशित्वेन परभवे असहायत्वेन दुःखोत्पत्तिस्वरूपेषु स्वार्थप्रतिबद्धस्वजनेषु यत् परत्वारेकाचिन्तनरूपं, तस्य ज्ञानम् ।
भावतः पुनः कुप्रावचनिकमशुद्धं मोक्षाभिलाषपूर्वकं यत् तामिलस्य (तामलितापसस्य) परित्यागतुल्यम् । शुद्धं तु सम्यग्दर्शनपूर्वकतत्त्वातत्त्वविवेकेनोपयुक्तम्, सम्यग्ज्ञानेन आत्मनः स्वद्रव्य-स्वक्षेत्र-स्वकाल-स्वभावाद् भिन्नमौपाधिकत्वम्, तत्सर्वमपि पररूपं न मदीयमिति वास्तवं भेदज्ञानं तदनात्मशंसनम्, तत्करणे तत्त्वज्ञानं भवति ।
વિવેચન :- સત્તરમા અષ્ટકમાં નિર્ભયતા સમજાવવામાં આવી છે. આવા પ્રકારની નિર્ભયતા સર્વ પરભાવોનો ત્યાગ કરાયે છતે જ આવે છે. જ્યાં સુધી પરભાવોની ઈચ્છાઆશા-સંગ્રહ-સંરક્ષણ અને સંગોપનાદિ છે ત્યાં સુધી તે પરપદાર્થ કોઈ લઈ ન જાય, ભાંગીકુટીતુટી ન જાય તે માટે તેના સંબંધી ભયભીતતા રહેવાની જ છે. એટલે સર્વ પરભાવોથી મુક્તિ મેળવવામાં આવે તો જ નિર્ભયતા પ્રગટ થાય અને દીર્ઘ કાળ ટકે. હવે જો પરભાવનો ત્યાગ કેળવવો જ હોય તો જેટલા જેટલા પરભાવો છે તે સર્વમાં અનાત્મજ્ઞાન (આ પદાર્થો મારા નથી - હું તેનો નથી આવા પ્રકારનું અનાત્મજ્ઞાન) મેળવવા દ્વારા જ આ દશા જીવને આવે છે. પરભાવ પ્રત્યેની મમતા ત્યજ્યા વિના પરભાવનો ત્યાગ આવતો નથી, તે માટે આત્માથી જે કોઈપણ વસ્તુ વ્યતિરિક્ત છે (ભિન્ન છે) તે સર્વે પણ વસ્તુઓ “અનાત્મ” કહેવાય છે. તેનું કથન કરવું, તેનું નિરૂપણ કરવું, તેના સ્વરૂપને સમજાવવું, તેનું નામ અનાત્મશંસાષ્ટક કહેવાય છે.
આત્મશંસા એટલે પોતાની પ્રશંસા કરવી, પોતાનાં વખાણ કરવાં તે. આવી આત્મશંસા કરવાનું કારણ એ છે કે “પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિ” છે, મેં આ કર્યું, મેં આ કર્યું,