________________
૮૨૬
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર કરવા માટે જુદા જુદા છેડાઓથી જુદા જુદા અનેક માર્ગો આજે પણ જોવા મળે છે. તે તમામ માર્ગો તે માર્ગે ચાલનારાને અમદાવાદ શહેરમાં પહોંચાડે છે. તો પછી કયા માર્ગનો અનાદર કરાય? અમદાવાદ પહોંચવા માટે આ માર્ગ સાચો અને આ માર્ગ ખોટો, આમ કેમ કહેવાય ? બધા જ માર્ગે અમદાવાદ પહોંચાડે છે. તેમ મુનિ પણ સર્વનયોને યથાસ્થાને સ્વીકારે છે.
કર્મોના સમૂહને ચય કહેવાય છે. તે કર્મસમૂહને (વય ને) ખાલી કરે-નાશ કરે તેને ચારિત્ર કહેવાય છે. આવા પ્રકારનો ચારિત્ર નામનો જે ગુણ છે તે ગુણમાં લીન થનારા મુનિ સર્વનયોને યથાસ્થાને સ્વીકારનારા-જોડનારા હોય છે, પરંતુ કોઈપણ નયને તોડનારા હોતા નથી. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયો છે. દ્રવ્યદૃષ્ટિ એ દ્રવ્યાર્થિકનય, આ નય ત્રિકાળવર્તી પદાર્થને ગ્રહણ કરનાર છે. તેથી ભૂતકાળમાં વર્તતા કારણને પણ સ્વીકારે છે મહત્ત્વ આપે છે જ્યારે પર્યાયાર્થિક નય પ્રગટ થયેલા પર્યાયને પ્રધાનતાએ દેખે છે તેથી તે વર્તમાન કાલગ્રાહી નય છે. આ નય વર્તમાનકાળે પ્રગટ થયેલા કાર્યને દેખે છે. કાર્યને વધારે મહત્વ આપે છે. આ રીતે કારણને મુખ્યત્વે પ્રધાન કરનારા દ્રવ્યાર્થિકનયનું અને કાર્યને મુખ્ય કરનારા પર્યાયાર્થિકનયનું એમ બન્ને નયોનું મુનિમહારાજશ્રી યથાસ્થાને યોગ્ય રીતે કુંજન કરે છે, સ્વીકાર કરે છે. કોઈનો પણ અનાદર કરતા નથી. યથાસ્થાને તે તે નયને જોડે છે. જેનાથી આત્માનું હિત થાય.
જેમ કોઈ મનુષ્ય સંસાર છોડીને નવવિધ બાહ્ય પરિગ્રહ ત્યજીને દીક્ષા લે ત્યારે ચારિત્રગુણ આવ્યો એમ દ્રવ્યાર્થિકનય સમજે છે. ચારિત્રપ્રાપ્તિની પૂર્વકાલીન કારણાવસ્થા આવી એટલે ચારિત્ર આવ્યું જ સમજી લો. પરંતુ પર્યાયાર્થિકનય કહે છે કે આ તો હજુ કારણાવસ્થા આવી. જ્યારે વડીદીક્ષા લે, પાંચ મહાવ્રત ઉચ્ચરે ત્યારે કાર્યરૂપે ચારિત્રગુણ જીવમાં પ્રગટ થાય. આ દૃષ્ટિએ પર્યાયાર્થિકનયની વાત પણ બરાબર સાચી છે. આ જ પ્રમાણે ક્રિયાનય સાધનનો ઉદ્યમ કરવાની પ્રધાનતા જણાવે છે. અને જ્ઞાનનય આત્મસ્વરૂપમાં સ્થિર થવા રૂપ સ્થિરતાત્મક કાર્યને પ્રધાનપણે જણાવે છે. ક્રિયાનય એમ જણાવે છે કે ચારથી બાર ગુણસ્થાનકમાં વર્તતા જીવો ઉપર ઉપરના ગુણોને મેળવવા માટે તેના સાધન રૂપે રહેલી પૂર્વકાલીન ધર્મક્રિયા કરે તો જ તેના ફળરૂપે તે તે ગુણની આ જીવમાં પ્રાપ્તિ થાય, તારૂ હોય પણ જો તરવાનો ઉદ્યમ ન કરે તો તે કેમ તરી શકે? માટે સાધનરૂપે ઉદ્યમ કરો તો જ ફળપ્રાપ્તિ થાય એમ ક્રિયાનય ક્રિયાની જ વધારે પ્રધાનતા જણાવે છે અને જ્ઞાનનય કહે છે કે ચારથી બાર ગુણસ્થાનકોમાં આરોહણ કરતાં જેટલા જેટલા ગુણોનો આ જીવને આવિર્ભાવ થયો છે તે જ આ જીવનું ચારિત્ર છે. પ્રગટ થયેલા આ ગુણો જ જીવને