________________
૩૭૩
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩ આ રીતે હેય-ઉપાદેયને બરાબર જાણવા, જાણીને યથાર્થ રીતે માનવા અને માનીને હેયનો ત્યાગ કરવો, ઉપાદેયનો સ્વીકાર કરવો એટલે કે સ્વભાવદશામાં જ વર્તવું અને વિભાવદશાથી દૂર રહેવું તે જ સાચું મુનિપણું છે અને તે જ સાચું સમ્યકત્વ છે. આ રીતે વિભાવદશાથી દૂર રહેવું એ જ સમ્યકત્વ અને એ જ મુનિપણું જાણવું. જેમ બોલવા રૂપ વચનોચ્ચારથી દૂર રહીએ તેને વ્યવહારમાં મૌન કહેવાય છે તેમ વિભાવ-ભાવથી દૂર રહેવું તેને નિશ્ચયનયથી મૌન કહેવાય છે.
अत्र यत् शुद्धश्रद्धाननिर्धारितात्मस्वभावः, तत्र अवस्थानं चरणं, यच्च सम्यग्दर्शनेन निर्धारितं, सम्यग्ज्ञानेन विभक्तं, स्वरूपोपादेयत्वं तच्च तथैव भवति रमणं चरणं मुनित्वम् । अतः सम्यक्श्रद्धागृहीतकरणं तत् एवम्भूतनयेन सम्यक्त्वमेवम्, अत एव सम्यग्मुनित्वं सम्यक्स्वरूपम् । इति ज्ञपरिज्ञा-प्रत्याख्यानपरिज्ञाप्राप्तमेव कार्यसाधकम्, तेन सम्यक्त्वमुनित्वे अभेदः सम्यदृष्टिभिः यच्चतुर्थगुणस्थानस्थैः साध्यत्वेन धारितं, तथाकरणे यत्र मुनिभावे निष्पादित सिद्धावस्थायाम् । इत्यनेन शुद्धसिद्धत्वस्य धर्मनिर्धारः सम्यक्त्वम् ।
- અહીં શુદ્ધ અને નિર્મળ એવી શ્રદ્ધાપૂર્વક નિર્ણત કર્યું છે (એટલે કે નિશ્ચયપૂર્વક જાણીને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યું છે) આત્મસ્વભાવનું સ્વરૂપ જેણે એવો ઉત્તમ આત્મા તેવા પ્રકારના આત્મસ્વભાવમાં જે સ્થિર થાય, જામી જાય તેને જ “ચરણ (ચારિત્ર)” કહેવાય છે. સારાંશ કે સમ્યગ્દર્શન દ્વારા શુદ્ધ એવા આત્મસ્વભાવનો નિર્ણય કર્યો અને સમ્યજ્ઞાન દ્વારા વિભાવદશા અને સ્વભાવદશાનો યથાર્થ રીતે વિભાગ કરીને “આત્મસ્વરૂપ જ ઉપાદેય છે” આવો પાકો નિર્ણય કરીને તે જ ગમી જવું, તેમાં જ રમવું, આત્માના જ સ્વરૂપની લગની લાગવી, તેમાં જ રમણતા કરવી, તેને જ જીવનમાં અપનાવી લેવું તેને જ ચારિત્ર કહેવાય છે. આવા પ્રકારનું જે ચારિત્ર તે જ મુનિપણું સમજવું.
આ કારણથી સંગ્રહનય વડે આત્મામાં સિદ્ધપરમાત્મા જેવું જ સ્વરૂપ સત્તાગત રીતે રહેલું છે તેને જ સમ્યશ્રદ્ધાપૂર્વક ચિત્તમાં ગ્રહણ કરીને આચરણમાં લાવવું. પ્રગટ કરવું, તેને પ્રગટ કરવા તે તરફ પ્રયત્નશીલ બનવું તેને જ એવંભૂતનયથી સમ્યકત્વ કહેવાય છે. આત્માની સ્વભાવદશાનો યથાર્થ રીતે વિભાગ કરીને તેને જ લક્ષ્ય બનાવીને તે તરફ સતત પ્રયત્નશીલ બનવું અને આત્મતત્ત્વની બાધક અને હેય એવી વિભાવદશા પ્રત્યેના વળાંકનો ત્યાગ કરીને સ્વભાવદશાની પ્રાપ્તિ તરફ પ્રયત્નશીલ બનવું તે જ સાચું સમ્યકત્વ છે. આવા પ્રકારનું સાચું જે સમ્યકત્વ છે. તે જ યથાર્થ મુનિપણું છે અને આવા પ્રકારનું જે