________________
૩૭૪
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર
સમ્યક્ મુનિપણું છે તે જ સાચું સમ્યક્ સ્વ-સ્વરૂપ છે. અર્થાત્ આત્મસ્વરૂપ છે. આમ તત્ત્વ સમજવું.
આ પ્રમાણે જ્ઞપરિક્ષા દ્વારા યથાર્થ રીતે જાણેલું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે વિભાવદશા અને સ્વભાવદશાનો ભેદ કરવાપૂર્વક વિભાવદશાનો ત્યાગ કરી સ્વભાવદશામાં એકાગ્ર બનવું. આ રીતે સમ્યગ્ભાવપૂર્વકનું જે મુનિપણું છે તે જ કાર્યસાધક (મુક્તિ આપનારું) બને છે. તેથી ઉપરની દશામાં સમ્યક્ત્વનો અને મુનિપણાનો અભેદ જાણવો.
કાદવમાં પડેલી સોનાની લગડી અથવા સ્ફટિકનો ગોળો ભલે ચારે બાજુથી કાદવ વડે લેપાયેલો હોય તો પણ તે દ્રવ્યનો એક પણ પરમાણુ અથવા એક પણ ટુકડો કાદવ બન્યો નથી કે બનતો નથી. તે દ્રવ્ય જેવું છે તેવું જ શુદ્ધ અને નિર્મળ જ રહે છે. તેવી જ રીતે કર્મોથી લેપાયેલો આત્મા પણ કર્મોના કારણે ભલે મલીન થયો હોય તો પણ આત્માનું મૂલભૂત રત્નત્રયી-આત્મક શુદ્ધસ્વરૂપ જરા પણ ગુમાવ્યું નથી. તે તો જેવું અસલી સ્વરૂપ છે તેવું જ છે, તેથી ઉપર ઉપરનો કાદવ જો દૂર કરીએ તો મૂલભૂત સોનાની લગડી અને સ્ફટિકનો ગોળો જેમ પ્રાપ્ત કરી શકાય છે, તેમ આત્મામાં લાગેલાં કર્મો જો દૂર કરાય તો અસલી શુદ્ધ સ્વરૂપવાળો નિર્મળ આત્મા પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારનું ચોથા ગુણસ્થાનકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ જીવો વડે આત્માનું શુદ્ધ, નિર્મળ, ક્ષાયિકભાવના ગુણોવાળું જે સ્વરૂપ નિર્ધારિત કરાયું છે (શાસ્ત્રોના અભ્યાસ દ્વારા યથાર્થ રીતે જે જણાયું છે) તે જ નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તથારને તેવા પ્રકારનો સાચો પુરુષાર્થ કરાયે છતે જે જે ગુણઠાણે જેટલો જેટલો પ્રયત્ન કરાય છે તે તે ગુણઠાણે તેટલા તેટલા અંશે સિદ્ધાવસ્થામાં રહેલું સ્વરૂપ પ્રાપ્ત કરાય છે. સારાંશ કે
=
સમ્યક્ત્વ દ્વારા આત્માનો મુનિભાવ જાણીને તેને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરાયે છતે સિદ્ધદશા જેવું આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. નૃત્યનેન - આમ નિર્ધારિત આત્મ-સ્વરૂપ તરફનો પ્રયત્ન નિર્ધારિત સ્વરૂપને અવશ્ય પ્રગટ કરનાર બને છે તે માટે શુદ્ધ-નિર્મળ-સર્વથા કર્મરહિત અવસ્થા અને જ્ઞાનાદિ ગુણમય એવું સિદ્ધત્વ એ જ સાચો આત્મધર્મ છે. તે જ યથાર્થ લક્ષ્ય છે. આવા પ્રકારનો મનમાં પાકો નિર્ણય કરવો તે જ સમ્યક્ત્વ અને તેની જ પ્રાપ્તિ માટેનો જે પ્રયત્ન જ મુનિપણું છે. આ રીતે સમ્યક્ત્વ એ જ મુનિપણું જાણવું. ચોથાપાંચમા ગુણઠાણાવાળા જીવો સંગ્રહનયથી અંદર રહેલા સત્તાગત સ્વરૂપનો નિર્ણય કરે છે. છથી બાર ગુણઠાણા વાળા જીવો તેના ઉપાયમાં પ્રવર્તતા છતા વ્યવહાર અને ઋજુસૂત્રનયથી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને શબ્દ-સમભિરૂઢ નયથી તેરમા-ચૌદમા ગુણઠાણાવાળા