________________
જ્ઞાનમંજરી
જ્ઞાનાષ્ટક - ૫
૧૪૯
ચાર સંજ્ઞાને આધીન થયેલા જીવો ન કરતા હોય. આવા જીવોમાં આવેલું લૌકિક અથવા લોકોત્તરશાસ્ત્રીય જ્ઞાન પણ અજ્ઞાન જ છે, જ્ઞાન નથી.
પરંતુ જે આત્મા પૌદ્ગલિક સર્વે સુખોથી ઉદાસીન બન્યો છે. પૌદ્ગલિક સુખોનો મોહ જેણે ત્યજી દીધો છે અને પોતાના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિનો જ અર્થી છે. તથા યથાર્થ તત્ત્વના અવબોધ વડે પોતાના આત્માને (આત્મસ્વરૂપને) જેણે બરાબર જાણ્યો છે. સ્વરૂપનું જ જેને લક્ષ્ય છે તેવા જ્ઞાની આત્માનું જે જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે. તેવા પ્રકારના સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરવામાં જ પોતાના સાધ્યની સિદ્ધિ માટે મુમુક્ષુ આત્માએ પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે -
=
આત્મદશાની અજ્ઞાનતાથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મદશાના જ્ઞાનથી જ હણાય છે. તે કારણથી તે આત્મજ્ઞાનનો તેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી આ આત્મા જ્ઞાનમય
બને.
જેમ તપેલી ભૂમિ થોડા વરસાદથી વધારે વધારે બાફને (ગરમીને) આપે છે તેમ મોહદશાથી અભિમાની બનેલા આત્માને અતિશય અલ્પ જ્ઞાન હોય તો પણ શાન્તિ થતી નથી (મોહ જિતાતો નથી).
આ કારણથી જ આત્મકલ્યાણના અર્થી આત્માએ નિરતિચાર ચારિત્ર પાળવાપૂર્વક આ લોક તથા પરલોકનાં સુખોની આશંસા રહિતપણે યથાર્થ એવો આત્મબોધ કરવામાં જ રસિક થવું જોઈએ. તે માટે જ જૈનશાસ્ત્રોમાં મુનિઓને બાર અંગ, અગિયાર ઉપાંગ વગેરેનો અભ્યાસ કરવાનો તથા યોગવહન કરવાનો અને (શ્રાવકોને આશ્રયી) ઉપધાન આદિ અનુષ્ઠાનોનો અભ્યાસ કરવાનો કહ્યો છે. આ સર્વે જ્ઞાનાભ્યાસ અને ધર્માનુષ્ઠાનો સ્વદશાની પ્રાપ્તિ માટે અને વિભાવદશાના ત્યજવા માટે કહેલ છે.
વિશિષ્ટ યોગદશા પામેલા અને યોગના વિશિષ્ટ શાસ્ત્રો રચનારા એવા મહાત્મા પતંજલિ વગેરે જૈનેતર ઋષિમુનિઓએ અને ચારે દિશામાં જેઓનો યશ પથરાયેલો છે એવા યશરૂપી ધનના ભંડારરૂપ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ પણ શ્રી યોગબિંદુ ગાથા ૬૭માં જે કહ્યું છે તે જ પ્રમાણે પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી પણ કહે છે કે -
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा ।
तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥४॥
ગાથાર્થ :- જેમાં પદાર્થનું સ્વરૂપ નિશ્ચિત નથી એવા પ્રકારના વાદ (પ્રશ્નરૂપ) અને