________________
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
विषयपरिशोधकनययोजितं प्रमाणं स्यात् । उपलक्षणात् स्वसमयवचनमपि अननुयोगोक्तमप्रमाणं भवति, पञ्चमाङ्गे मण्डुकश्रावकाधिकारतो ज्ञेयम् । उक्तञ्च
જ્ઞાનમંજરી
૮૩૧
વિવેચન :- સર્વે પણ વાક્યો જો વિશેષણ વિનાનાં હોય (કોઈપણ જાતની વિવક્ષા કર્યા વિનાનાં હોય) તો તે વાક્યો એકાન્તે અપ્રમાણ પણ નથી અથવા પ્રમાણ પણ નથી. વિવક્ષા વિનાનાં તે સઘળાં પણ વાક્યો વિધિ કે નિષેધનો ઉપદેશ આપવા સમર્થ થતાં નથી, વિશેષણ સહિત કરો (વિવક્ષા યુક્ત કરો) તો જ તે અપ્રમાણ અથવા પ્રમાણ બને છે. જેમકે “વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ” આટલું માત્ર વાક્ય લખાય કે બોલાય તો તે પ્રમાણ (સત્ય-સ્વીકારવા યોગ્ય) પણ નથી તથા અપ્રમાણ (અસત્ય-ન સ્વીકારવા યોગ્ય) પણ નથી. કારણ કે કોણે પૂજા કરવી જોઈએ ? અને કોણે ન કરવી જોઈએ ? તે સ્પષ્ટ કર્યું નથી અર્થાત્ એવું વિશેષણ આગળ લખ્યું નથી માટે કરવી જ જોઈએ, એમ વિધિ પણ જણાવતું નથી અને ન કરવી જોઈએ એમ નિષેધ પણ જણાવતું નથી.
પરંતુ જો આગળ “શ્રાવક-શ્રાવિકાએ” અથવા “સાધુ-સાધ્વીજીએ” આમ વિશેષણ લગાડાય (વિવક્ષા કરાય) તો જ તે વાક્ય પ્રમાણ અથવા અપ્રમાણ બને છે. જો શ્રાવકશ્રાવિકા શબ્દ જોડાય તો શ્રાવક-શ્રાવિકાએ વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ આ વાક્ય પ્રમાણભૂત બને-સ્વીકારવા યોગ્ય બને કારણ કે દ્રવ્યપૂજા સાવદ્ય છે અને શ્રાવકશ્રાવિકા સાવઘના અધિકારી છે. પણ “સાધુ-સાધ્વીજીએ વીતરાગપ્રભુની દ્રવ્યપૂજા કરવી જોઈએ આવી જો વિવક્ષા કરાય તો તે વાક્ય અપ્રમાણ બને છે કારણ કે સાધુ-સાધ્વીજી સાવધના ત્યાગી છે.
આમ વાક્યની આગળ જો વિશેષણ લગાડો કે કઈ અપેક્ષાએ તમે આ વાક્ય બોલો છો? તે જો સ્પષ્ટ કરો તો જ તે વાક્ય પ્રમાણ છે કે અપ્રમાણ છે ? આ વાત સ્પષ્ટ થાય. વિશેષણ વિના વિધિ-નિષેધનો ઉપદેશ થઈ શકતો નથી. “પાર્શ્વનાથ પ્રભુ પૂર્વે થયા આટલું જ માત્ર વાક્ય બોલો તો તે પ્રમાણ કે અપ્રમાણ ન કહેવાય, કારણ કે કોનાથી પૂર્વે થયા ? તે વિવક્ષા સ્પષ્ટ કરી નથી “મહાવીરસ્વામી પ્રભુથી પૂર્વે થયા” આમ વિશેષણ જોડો તો જ તે વાક્ય પ્રમાણ ગણાય, અન્યથા શ્રી નેમિનાથ પ્રભુની પૂર્વે અથવા શ્રી નમિનાથ પ્રભુની પૂર્વે થયા. આવો ખોટો અર્થ પણ થઈ શકે, માટે પ્રમાણ કે અપ્રમાણ ગણાતું નથી. તેથી વિશેષણ જોડો (વિવક્ષા કરો) તો જ તે તે વાક્ય પ્રમાણ હોય તો પ્રમાણ અને અપ્રમાણ હોય તો અપ્રમાણ ઠરે છે.
“પ્રથમ તવેવ પ્રમાળમ્ = પહેલાં જે વાક્ય પ્રમાણ હોય છે તે જ વાક્ય જીવમાં ગુણોની વૃદ્ધિ થયે છતે ધ્યાનદશામાં લીન થયેલા મહાત્માઓ માટે અપ્રમાણ ગણાય છે.