________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
૪૮૯
વર્તમાનકાલે સત્ છે, હાજર છે, વિદ્યમાન છે તેનું જ આદાન-પ્રદાન (લેવડ-દેવડ) થાય છે તે માટે તેવા વિદ્યમાન પદાર્થોના વાચક શબ્દો પણ છે અને તે તે શબ્દોથી તે તે પદાર્થોનો બોધ પણ થાય છે. આમ વર્તમાનકાલીન ભાવોને જ ગ્રહણ કરનારો જે નય તે ઋજુસૂત્રનય કહેવાય છે. તત્ત્વાર્થભાષ્યમાં ૧/૩૫ માં આ પ્રમાણે વ્યાખ્યા લખી છે કે “જે સત્ હોય, વિદ્યમાન હોય પણ આકાશપુષ્પાદિની જેમ અસત્ ન હોય, એવા તે સત્પદાર્થોમાં પણ અર્થાત્ સત્તાધર્મવાળા પદાર્થોમાં પણ સાંપ્રતકાલે એટલે કે વર્તમાનકાલે જે ઘટ-પટ-નટ આદિ પદાર્થો વિદ્યમાન છે, હયાત છે. તેવા જ પદાર્થોના વાચક શબ્દો અને તેવા જ પદાર્થોનું જ્ઞાન થાય છે. પરંતુ અતીત-અનાગતભાવોના વાચક શબ્દો કે તેવા ભાવોનું જ્ઞાન થતું નથી. કારણ કે તે હાલ સત્ નથી. આમ જે નય કહે છે તે ઋજુસૂત્રનય છે.
ઉપરોક્ત વાતનો સાર એમ છે કે વ્યવહારમાં જે જે વિશેષ ભાવો સ્વીકારેલા છે તે તે વિશેષ ભાવોનો જ આ નય આશ્રય કરે છે. તેમાં પણ વિશેષ ભાવોની અંદર પણ જે જે વિશેષ ભાવો હાલ વિદ્યમાન છે, વર્તમાનકાલે જેની વૃત્તિ છે તેને જ આ નય સ્વીકાર કરે છે. તેવા જ ભાવોના વાચકશબ્દો જગતમાં વિદ્યમાન છે. પણ અતીતકાલીન કે અનાગતકાલીન પદાર્થોના વાચકશબ્દો કોઈ નથી. કારણ કે તેવા શબ્દો વડે બોલાવી શકાય, જાણી શકાય તેવા કોઈપણ પદાર્થો હાજર નથી. તેથી આવા વાચકશબ્દો પ્રવર્તતા નથી. તથા આવા પ્રકારના શબ્દોથી પદાર્થવિષયક જ્ઞાન પણ વર્તમાનકાલીન જ થાય છે. પરંતુ અતીત વસ્તુવિષયક કે આગામી વસ્તુવિષયક જ્ઞાન થતું નથી. કારણ કે અતીત તથા અનાગતકાલીન વસ્તુઓ અસત્ હોવાથી સત્સ્વરૂપે તે વસ્તુઓને જાણી શકાતી જ નથી, જો વસ્તુ જ અસત્ છે તો તદ્વાચક શબ્દ કે તે વસ્તુનું જ્ઞાન કેમ થાય ? અર્થાત્ ન જ થાય.
આ કારણથી કોઈપણ વસ્તુનો વાચક શબ્દ કે તે તે વસ્તુનું જ્ઞાન વર્તમાનકાલીન હોય તો જ થાય છે તથા પોતાની માલિકીની વસ્તુ હોય તો જ તે વસ્તુ કહેવાય છે. પરાયી વસ્તુ હોય તો તે પોતાની કાર્યસાધક ન હોવાથી અવસ્તુ જ છે. પારકાની પાસે લાખો રૂપિયાનું ધન હોય તો પણ તે ધન આપણા કાર્યનું સાધક ન હોવાથી કાંકરા બરાબર છે, અર્થાત્ અવસ્તુ જ છે. આવા પ્રકારનો અધ્યવસાય આ નય કરે છે. આ માટે આ નયને ઋજુસૂત્રનય કહેવાય છે.
यथार्थाभिधानं शब्दनयः ( त. भा. १।३५ ) यथेति येन कारणेन भावरूपेण नामस्थापनाद्रव्यवियुतेनार्थो घटादि: यथार्थः, तस्याभिधानं शब्दः - यथार्थाभिधानम्, तदाश्रयी यो अध्यवसायः स शब्दनयतयाऽभिधीयते, वर्तमानमात्मीयं विद्यमानं भावघटमेवाश्रयति नेतरानिति ।