________________
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः ( त. भा. १।३५) अर्थेऽभिधेये यः प्रत्ययो विज्ञानं, स साम्प्रतो नयः । एतदुक्तं भवति - नामादिषु प्रतिविशिष्ट - वर्तमानपर्यायापन्नेष्वपि प्रसिद्धो वाचकतया यः शब्दः, तस्मात् शब्दाद् भावाभिधायिनः तद्द्वाच्येऽर्थे भावरूपे प्रवृत्तोऽध्यवसायः साम्प्रताख्यामासादयति । यतो भाव एव शब्दाभिधेयो भवति, तेनाशेषाभिलषितकार्यकरणादिति ।
૪૯૦
યથાર્થ એવો શબ્દપ્રયોગ તે સામ્પ્રતશબ્દનય છે. એટલે કે નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાથી રહિત એવો જે ભાવનિક્ષેપા રૂપ ઘટાદિ પદાર્થ છે તે જ યથાર્થપદાર્થ છે. તેનું “ઘટ” એવું જે નામ તે જ સાચું ઘટ એવું યથાર્થાભિધાન કહેવાય છે. તેના જ આધારવાળો
અધ્યવસાય (વિચારવિશેષ) છે શબ્દનય તરીકે કહેવાય છે. શબ્દનય આવા પ્રકારના યથાર્થાભિધાનવાળા ભાવનિક્ષેપાત્મક વસ્તુને જ વસ્તુ તરીકે સ્વીકારે છે. તેથી વર્તમાનકાલીન અને આત્મીય એવા વિદ્યમાન ભાવઘટને જ ઘટ કહેવાય એમ ઈચ્છે છે, પણ નામાદિ શેષ ત્રણ નિક્ષેપાવાળા પદાર્થો અર્થક્રિયાકારી ન હોવાથી આ નય તેને શબ્દવાચ્ય પદાર્થ તરીકે સ્વીકારતો નથી.
નામાદિ ચારે નિક્ષેપામાંથી જે નિક્ષેપામાં પૂર્વકાલમાં પ્રસિદ્ધપણે શબ્દ પ્રવર્તો હોય તેવા શબ્દથી તેવા વિવક્ષિત અર્થમાં જે બોધ થાય તે સામ્પ્રતશબ્દનય કહેવાય છે. આ રીતે પ્રસિદ્ધ શબ્દથી પ્રસિદ્ધ અભિધેય અર્થમાં જે બોધ કરવો તે સામ્પ્રતશબ્દનય કહેવાય છે. ઉપરોક્ત વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે
પ્રતિવિશિષ્ટ એવા વર્તમાન પર્યાયને પામેલા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપામાં પણ જે શબ્દ વાચક તરીકે જેમાં પ્રસિદ્ધ હોય, તે શબ્દ ભાવનિક્ષેપાનો જ વાચક બને છે. કારણ કે ભાવનિક્ષેપ જ વર્તમાન પર્યાયને પામેલ છે. શેષ નિક્ષેપા ઔપચારિક
છે. આ રીતે જે શબ્દથી જે વસ્તુ વાચ્ય હોય છે તેવા ભાવાત્મક પદાર્થમાં જ પ્રવર્તેલો જે
અધ્યવસાય છે તે સામ્પ્રતશબ્દનયની સંજ્ઞાને પામે છે. કારણ કે ભાવનિક્ષેપ જ શબ્દથી વાસ્તવિક વાચ્ય બને છે. જે ભાવ-ઘટ છે તે જ ઘટશબ્દથી વાચ્ય બને છે. કારણ કે તે ભાવનિક્ષેપાથી જ ઘટસંબંધી સઘળાં ઈષ્ટકાર્ય કરી શકાય છે. જલાધારાદિ સર્વે અર્થક્રિયા ભાવઘટથી થાય છે. નામાદિ શેષ-નિક્ષેપાવાચી ઘટથી થતા નથી. માટે આ સામ્પ્રત શબ્દનય વર્તમાનકાલીન ભાવનિક્ષેપાને જ શબ્દવાચ્ય પદાર્થ તરીકે ઈચ્છે છે.
अथाधुना समभिरूढलक्षणं दर्शयन्नाह - विद्यमानेषु वर्तमानपर्यायापन्नेषु अर्थेषु -घटादिषु असङ्क्रमः- इत्यन्यत्रागमनम् शब्दस्य यत् सोऽसङ्क्रमः, यथा घट इत्यस्य