________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૨૫ છે. વક્તાએ જ તેનો વિશેષ અર્થ કરવો જોઈએ. આપનારના અને આહાર લેનારના પરિણામવિશેષ જ બંધના અને નિર્જરાના કારણ બને છે. માટે પરિણામવિશેષ જ વધારે પ્રમાણ છે.
ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે - પ્રાપ્ત કર્યો છે ગણિપિટકમાં (દ્વાદશાંગીમાં) આવેલો સાર જેઓએ એવા તથા નિશ્ચયનયનું અવલંબન લેનારા ઋષિ-મુનિઓનું આ જ પરમ રહસ્ય છે કે “આત્માના શુભાશુભ પરિણામ એ જ પ્રમાણ છે.” મહર્ષિ પુરુષોનાં આવાં વચનો ચિંતન કરવા જેવાં છે.
ચારિત્ર સારું પાળતા હોય, ક્રિયા સારી કરતા હોય, પણ સ્વશાસ્ત્રોમાં (જેનાગોમાં) અને પરશાસ્ત્રોમાં (અન્ય-આગમોમાં) શું કહ્યું છે? તે જાણવાનો ત્યજી દીધો છે વ્યાપાર જેઓએ એવા સાધુ-સંતો ચારિત્ર અને ક્રિયાના નિશ્ચયથી શુદ્ધ એવા સારને જાણતા પણ નથી. આ પ્રમાણે સન્મતિપ્રકરણના ત્રીજા કાંડની ૬૭ મી ગાથામાં કહ્યું છે. વળી સૂત્રકૃતાંગ નામના બીજા આગમના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં સૂત્ર ૮-૯ માં કહ્યું છે કે –
જે સાધુમહાત્માઓ આધાકર્માદિ દોષ પૂર્વકનો આહાર ગ્રહણ કરે છે. તે સાધુમહાત્માઓ કર્મની સાથે પરસ્પર બંધાય છે એમ પણ ન કહેવું. તથા કર્મની સાથે પરસ્પર બંધાતા નથી એમ પણ ન કહેવું. કારણ કે આ બન્ને સ્થાનોથી વ્યવહાર થઈ શકતો નથી. જો આ બન્ને સ્થાનોમાંના કોઈ એક સ્થાનથી વ્યવહાર કરીએ તો (એટલે કે કર્મો બંધાય જ છે આમ માનીએ તો અથવા કર્મો નથી જ બંધાતાં આમ જો માનીએ તો) તે અનાચાર જ જાણવો, કારણ કે શાસ્ત્રના ઉપદેશને ઉલ્લંઘીને આહારાદિની આસક્તિથી જો આહારાદિ કરે તો અવશ્ય કર્મ બંધાય જ છે. માટે “નથી જ બંધાતા” આવું ન કહેવું, તથા શ્રુતના ઉપદેશને અનુસાર આહારાદિની આસક્તિ વિના જો તેનો ઉપયોગ કરે તો તે જીવ કર્મોથી બંધાતો નથી માટે “બંધાય જ છે” આમ પણ ન કહેવું. સારાંશ કે “પરિણામની ધારા” જ વાસ્તવિક પ્રમાણભૂત છે. આ રીતે શાસ્ત્રોના પાઠો જોતાં ગીતાર્થ મહાત્માને અકથ્ય વસ્તુ પણ કહ્ય બને છે અને કથ્ય વસ્તુ પણ અકથ્ય બને છે. આવી લબ્ધિ તત્ત્વજ્ઞાનવાળા મહાત્મા પુરુષોને જ હોય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રય આત્માને ગુણોનો લાભ થાય તેમ હોય તો અકથ્ય વસ્તુ પણ કથ્ય બને છે અને આત્માને ગુણોનું નુકશાન થાય તેમ હોય તો ધ્ય વસ્તુ પણ અકથ્ય બને છે. આ પ્રમાણે જીવ અને કર્મનો તથા જીવ અને શરીરનો માત્ર સંયોગ સંબંધ જ છે. ઔપચારિક સંબંધ છે તાત્ત્વિક સંબંધ નથી વાસ્તવિક બને દ્રવ્યો ભિન્ન છે. Ifશા.