________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૬૫ બીજા કરણનું નામ “અપૂર્વકરણ” છે. આવું નામ કેમ પ્રવર્યું? તેના ઉત્તરમાં કહે છે કે “અપૂર્વ એવાં સ્થિતિઘાત-રસઘાત ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર (નિવર્તન) કાર્યો થાય છે જે કરણમાં તે કરણને અપૂર્વકરણ કહેવાય છે” આ ચાર કાર્યો આ જીવ પૂર્વે પ્રવર્તેલા યથાપ્રવૃત્તકરણમાં કરતો ન હતો અને હવે અપૂર્વકરણ કાલે કરે છે તેથી તેને અપૂર્વકરણ કહેવાય છે. તેથી જેવો અપૂર્વકરણમાં આ જીવ પ્રવેશ કરે છે તે જ વખતે પ્રથમસમયથી જ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર કાર્યો (યુગ૫૬) એકી સાથે આરંભે છે.
(૧) સ્થિતિઘાત :- સત્તામાં રહેલી સ્થિતિમાંથી તે સ્થિતિના અગ્રિમ ભાગથી ઉત્કર્ષથી (વધારેમાં વધારે) સેંકડો સાગરોપમપ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિકંડક (સ્થિતિનો એક ટુકડો) ઉમેરે છે. (ઉપરથી તોડે છે). ઉકેરીને (ઉપરથી તોડીને) નીચેની જે સ્થિતિ તોડી નથી, તથા તોડવાની નથી તે સ્થિતિમાં આ ખંડિત કરેલી સ્થિતિમાં દલિક નાખે છે. એક અંતર્મુહૂર્તકાલે તે આખો સ્થિતિકંડક ઉપરથી તોડીને નીચે લાવી દે છે. એટલે કે તેટલી સ્થિતિ કપાઈ જાય છે. આ પ્રથમ સ્થિતિઘાત કહેવાય છે. એ જ પ્રમાણે બીજો સ્થિતિઘાત, ત્રીજો સ્થિતિઘાત તે જીવ કરે છે. એમ હજારો સ્થિતિઘાત આ અપૂર્વકરણમાં આ જીવ કરે છે. આમ કરવાથી એટલે કે હજારો સ્થિતિઘાત દ્વારા સત્તામાં રહેલી સ્થિતિ ખંડિત થવાથી આ અપૂર્વકરણના પ્રથમસમયે જે સ્થિતિસત્તા હતી તે સ્થિતિસત્તા તે અપૂર્વકરણના ચરમસમયે સંખ્યાતગણી હીન થઈ જાય છે. એક અપૂર્વકરણમાં આવા હજારો સ્થિતિઘાત પસાર થાય છે.
(૨) રસઘાત - અશુભ પ્રકૃતિઓની (પાપપ્રકૃતિઓની) જે અનુભાગસત્તા (રસની સત્તા) હાલ જીવની પાસે પૂર્વકાલમાં બાંધેલી છે તેનો એક અનન્તમો ભાગ મુકીને શેષ અનંત ભાગોનો એક (નાના) અંતર્મુહૂર્તકાલમાં જ વિનાશ કરે છે. આ પ્રથમ રસઘાત કહેવાય છે. ત્યારબાદ તે પૂર્વેના રસઘાતમાંથી બાકી મુકી રાખેલા એક અનુભાગ ખંડનો એક અનંતમો ભાગ મુકી રાખીને શેષ અનંતભાગોનો વિનાશ કરે છે. આ પ્રમાણે અનેક અનુભાગખંડોના નાશ કરવા રૂપ હજારો ૨સઘાતો એક એક સ્થિતિઘાતમાં થઈ જાય છે. અર્થાત્ હજારો હજારો રસઘાત પસાર થવા વડે એક સ્થિતિઘાત થાય છે અને હજારો હજારો સ્થિતિઘાત પસાર થવા વડે બીજુ અપૂર્વકરણ સમાપ્તિને પામે છે.
(૩) અપૂર્વસ્થિતિબંધ :- અપૂર્વકરણના પ્રથમસમયે શરૂ કરેલો એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે તે સ્થિતિબંધથી અન્ય એવો નવો સ્થિતિબંધ અપૂર્વ જ એટલે કે પલ્યોપમના સંખ્યાતમા ભાગે ન્યૂન જ શરૂ કરે છે. બીજો સ્થિતિબંધ સમાપ્ત થાય ત્યારે ત્રીજો અને ત્રીજો