________________
જ્ઞાનમંજરી અનુભવાષ્ટક- ૨૬
૭૦૧ આ કારણથી શુદ્ધસાધ્યની રસિકતાવાળા આત્માર્થી મુમુક્ષુ જીવોએ આત્મતત્ત્વના અનુભવનો અભ્યાસવિશેષ કરવો જોઈએ. તે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ તરફ વિશેષ વિશેષ આદરભાવ થાય તે માટે તેનો ઉપદેશ શરૂ કરાય છે –
सन्ध्येव दिनरात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् । बुधैरनुभवो दृष्टः, केवलार्कारुणोदयः ॥१॥
ગાથાર્થ :- જેમ દિવસ અને રાત્રિથી સંધ્યાકાલ ભિન્ન છે તેવી જ રીતે કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અનુભવદશા ભિન્ન છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આ અનુભવદશા એ કેવલજ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થતાં પૂર્વે અરુણોદયતુલ્ય છે.
ટીકા :- “ચ્ચેવ વિનરાત્રિખ્યાબિતિ વધેઃ-ગવતિતત્ત્વસ્વરૂ:, યથા दिनरात्रिभ्यां मध्यं सन्ध्या एव दृष्टा, तथा केवलश्रुतयोः-केवलज्ञानश्रुतज्ञानयोः मध्यमनुभवो दृष्टः । श्रुतज्ञानस्य चिरकालाभ्यासितस्य कार्यरूपः केवलज्ञानस्य सम्यग्दृष्टिगुणस्थानकतः साध्यत्वेन लक्षीकृतस्यासाधारणकारणरूपोऽनुभवः अध्यात्मैकत्वानन्दरूपो दृष्टः । कथम्भूतोऽनुभवः ? केवलं-सकलासहायिज्ञानमेवार्कस्तस्य अरुणोदयः-अरुणः-सूर्यसारथिः, तस्य उदयः । पूर्वमरुणोदयेन तत्सूर्योदयो भवति, एवमनुभवोदये केवलार्कोदयः, अतोऽनुभवपूर्वकं केवलज्ञानम् । अनुभवश्च भावनाज्ञानैकत्वरूपः करणीय इति । उक्तञ्च समुच्चये-मतिश्रुतोत्तरभावी केवलाद् अव्यवहितपूर्वभावी प्रकाशोऽनुभवः ॥१॥
વિવેચન :- “અનુભવ” એ શું વસ્તુ છે ? તે સમજાવાય છે. આ અનુભવ તે જ્ઞાનની જ વિશિષ્ટ એવી પરિપક્વ અવસ્થા વિશેષ જ છે. અગિયાર અંગ, ચૌદપૂર્વ વગેરે શાસ્ત્રોનું જ્ઞાન ગુરુજી પાસેથી પ્રાપ્ત કર્યા બાદ અથવા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીકૃત, પૂજ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત, પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ઈત્યાદિ મહાન આગમધર પુરુષોની રચનાઓ ભણ્યા બાદ તેને વાગોળી વાગોળીને તેનાં ઊંડા રહસ્યોને જાણવા-માણવાં આવા પ્રકારનો વિશાળ અનુભવ જે પ્રાપ્ત કરવા લાયક છે તેનું આ ગાથાઓમાં વર્ણન છે.
જેમ “સંધ્યાસમય” નથી તો દિવસ, કારણ કે સૂર્ય આથમી ગયો છે. તથા નથી રાત્રિ, કારણ કે અંધકાર છવાયો નથી. તેથી સંધ્યા એ દિવસ અને રાત્રિથી ભિન્ન અવસ્થા છે તેવી જ રીતે “અનુભવ” એ શ્રુતજ્ઞાનથી અને કેવલજ્ઞાનથી ભિન્ન અવસ્થા છે. શ્રુતજ્ઞાનથી અધિક અને કેવલજ્ઞાનથી ન્યૂન એવી જે અવસ્થા તે અનુભવાવસ્થા કહેવાય છે. અનુભવાવસ્થા
૧૩