________________
E: / DHIRUBHAI / GYANSAR ASTAK / GYANSAR ASTAK-17.PM7 (BUTTER) (3RD PROOF - DT. 20-12-2010)
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭
૫૨૧ તેનાં શસ્ત્રોને ભાંગીને ભુક્કો કરી નાખે એવું જ્ઞાનોપયોગ રૂપી બખ્તર જે આત્માએ ધારણ કર્યું છે તે આત્માને મોહની સાથે લડાઈ કરતાં ભય કેમ હોય ? તથા તે આત્માની હાર પણ કેમ થાય ? અર્થાત્ ન જ થાય. કારણ કે તે આત્માને જ્ઞાનોપયોગ રૂપી બખ્તરની મોટી સહાય છે.
આત્મસ્વરૂપના આનંદનો અનુભવ કરનારા મહાત્મા પુરુષને કર્મોની સાથે યુદ્ધ ખેલવાની ક્રીડા કરવામાં એટલે કે કર્મોનો ક્ષય કરવા રૂપ યુદ્ધક્રીડામાં ભય ક્યાંથી હોય? અને પરાજય (હાર) પણ ક્યાંથી હોય? અર્થાત્ ભય અને પરાજય ક્યારેય પણ સંભવતા નથી. એવા કયા તે મુનિ છે કે કર્મ સાથે યુદ્ધ ખેલવામાં જેને હાર અને ભય થતાં નથી તો કહે છે કે - જે જ્ઞાનોપયોગ રૂપ બખ્તરથી મોહરાજાએ છોડેલાં (પ્રીતિ-અપ્રીતિકામવાસના-ક્રોધ-લોભ-ભય-માન-માયા ઈત્યાદિ રૂ૫) શસ્ત્રોની નિષ્ફળતા કરાઈ છે, એવું જ્ઞાનદશાના ઉપયોગાત્મક બખ્તર જે મહાત્માએ ધારણ કર્યું છે તેને હાર (પરાજય) અને ભય ક્યાંથી હોય?
મોહનો સર્વથા નાશ કરવામાં અતિશય મજબૂત (કમે કરી શસ્ત્ર અંદર પ્રવેશે જ. નહીં) એવું આત્મદશાના ઉપયોગાત્મક જ્ઞાનરૂપી બખ્તર ધારણ કરનારા આત્માને કર્મો દ્વારા કરાતા આત્મગુણોના નાશનો ભય ક્યાંથી હોય ? જેણે જ્ઞાનરૂપી બખ્તર ધારણ કર્યું છે તેને મોહરાજાનાં શસ્ત્રો સ્વગુણોનો ઘાત કરી શકતાં નથી માટે ભય નથી અને હાર પણ નથી.
જે મહાત્માઓએ વ્યવહારનય, નિશ્ચયનય ઈત્યાદિ નયોનો વિભાગ કરવાપૂર્વક પરીક્ષા કરીને સ્વપદાર્થનો સમૂહ અને પરપદાર્થનો સમૂહ જાણી લીધો છે. પરીક્ષા કરવાપૂર્વક આદરવા જેવાને આદરી લીધો છે અને ત્યજવા જેવાને ત્યજી દીધો છે. આવા વિવેકી મહાત્માને મોહરાજા દ્વારા કરાયેલા ઉપદ્રવોથી ભય કેમ હોય ? અને પરાજય પણ કેમ હોય? અર્થાત ન જ હોય. ll ll
तूलवल्लघवो मूढा, भ्रमन्त्यभ्रे भयानिलैः । नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ॥७॥
ગાથાર્થ - ભયો રૂપી પવન દ્વારા સ્કૂલ (રૂ)ની જેમ લઘુ થયા છતા મૂઢ મનુષ્યો આકાશમાં ભટકે છે. પરંતુ જ્ઞાન વડે ગૌરવશાલી મનુષ્યોનું એક રોમ પણ (રૂંવાટું પણ) તે ભયોરૂપી પવન વડે કંપતું નથી. કા.