________________
સર્વનયાશ્રયણાષ્ટક -
જ્ઞાનમંજરી
૮૪૯
(૮) તીર્થંકર પ્રભુના માર્ગને જ બરાબર અનુસરનારા હોવાથી જરા પણ વાંકા ન ચાલનારા અને યથાર્થ એવી આત્મગુણોની જ વૃદ્ધિ કરવામાં બાંધ્યું છે લક્ષ્ય જેઓએ એવા આ મહાત્માઓ છે.
- ૩૨
(૯) દ્રવ્યસાધના અને ભાવસાધના દ્વારા (એટલે કે બાહ્ય આચરણ વડે અને આન્તરિક આચરણ વડે) શુદ્ધ એવી પરમ આત્મદશા રૂપ સ્વસાધ્ય સાધવામાં જ સ્થિર કરી છે દૃષ્ટિ જેઓએ એવા જે મહાત્માઓ છે. તે જ મહાત્માઓ આ જ્ઞાનસારનો અભ્યાસ કરવા દ્વારા તત્ત્વને ગ્રહણ કરવામાં કુશળ બની શકે છે. આ ગ્રંથ વૈરાગ્યનો છે. જેઓની દૃષ્ટિ ભોગમાં જ છે તેઓને આ વિષય જોઈએ તેવો રુચવાનો નથી. ભોગવિરક્ત જીવો જ આ ગ્રંથ ભણવાના અધિકારી છે.
જેઓ કંઈક વૈરાગી છે સંવેગ-નિર્વેદ પરિણામી છે આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાના અર્થી છે, બાહ્ય આડંબરથી જેઓનું ચિત્ત વિરામ પામ્યું છે, કષાયો શાન્ત થયા છે. આત્મા ઠરેલ બન્યો છે. માનપાનની મનોવૃત્તિ જેઓની દૂર થઈ છે આવા આત્માર્થી જીવો જ આવા ગ્રંથને ભણવાના અધિકારી છે. આ પ્રમાણે સર્વનયાશ્રયણ નામનું બત્રીસમું અષ્ટક સમાપ્ત થયું. આ પ્રમાણે અહીં બત્રીસે અષ્ટક સમાપ્ત થાય છે.
બત્રીસમું સર્વનયાશ્રયણાષ્ટક સમાપ્ત
બત્રીસે અષ્ટક સમાપ્ત
筑