________________
ક્રિયાષ્ટક - ૯
જ્ઞાનસાર
વિવેચન :- ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ જીવે “નિસ્યંકિઅનિષ્કંખિઅ” પદવાળી “નાણુંમિ” સૂત્રની ગાથામાં કહેલા આઠ પ્રકારના દર્શનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ, કારણ કે ક્ષાયોપશમિક ભાવનું સમ્યક્ત્વ હોવાથી અતિચારો લાગવાનો સંભવ છે. તેથી અતિચારો દૂર કરવા દર્શનાચારનું પાલન આવશ્યક છે.
૨૬૮
(૧) પરમાત્માના વચનોમાં શંકા ન કરવી તે પ્રથમ દર્શનાચાર.
(૨) અન્ય મતને જાણવાની કે સાંભળવાની ઈચ્છા ન કરવી તે બીજો દર્શનાચાર.
(૩) સાધુ-સાધ્વીજી ઉપર દુર્ગંછા ન કરવી તે ત્રીજો દર્શનાચાર.
(૪) અમૂઢ (અમોહા) દૃષ્ટિવાળા બનવું તે ચોથો દર્શનાચાર. (૫) ગુણીના ગુણોની અનુમોદના કરવી તે પાંચમો દર્શનાચાર.
(૬) જૈનધર્મ પામેલા જીવોને વધારે વધારે સ્થિર કરવા તે છઠ્ઠો દર્શનાચાર. (૭) સાધર્મિક પુરુષો પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો તે સાતમો દર્શનાચાર. (૮) જૈનદર્શનની પ્રભાવના કરવી તે આઠમો દર્શનાચાર.
આ દર્શનાચારના આઠ આચારો છે. તેનું પાલન આવશ્યક છે. જો ઉપર કહ્યા પ્રમાણે પ્રવર્તન કરવામાં ન આવે અને અજાણતાં પણ વિરુદ્ધ વર્તન થઈ જાય અથવા કોઈની પરાધીનતાથી જાણતાં છતાં કોઈ દોષ સેવવો પડે તો તેને દર્શનાચારના આઠ અતિચારો કહેવાય છે.
એવી જ રીતે ક્ષાયિકભાવનું જ્ઞાન (અર્થાત્ કેવલજ્ઞાન-કેવલદર્શન) ન થાય ત્યાં સુધી એટલે કે બારમા ગુણઠાણાના અંત સુધી જાત્તે વિળÇ વહુમાળે એ પદવાળી નાણુંમિ સૂત્રની ગાથામાં કહેલા આઠ પ્રકારના જ્ઞાનાચારનું પાલન કરવાની ક્રિયા અવશ્ય કરવી જોઈએ. કારણ કે ક્ષાયોપમિક ભાવનું જ્ઞાન હોવાથી અતિચારો (દોષો) લાગવાનો સંભવ છે. તેથી તેવા અતિચારો દૂર કરવા માટે જ્ઞાનાચારના આઠ આચારોનું પાલન આવશ્યક છે. (૧) ભણવાને માટે શાસ્ત્રોક્ત જે યોગ્ય કાલ હોય તે યોગ્ય કાલે ભણવું.
(૨) ગુરુ અને પુસ્તક આદિનો વિનય સાચવવા પૂર્વક ભણવું.
(૩) ગુરુ, પુસ્તક અને જ્ઞાનાદિ પ્રત્યે હાર્દિક બહુમાન રાખીને ભણવું.
(૪) ઉપધાનતપ-યોગોદ્વાહનાદિ ધર્મક્રિયા કરવા પૂર્વક ભણવું.
(૫) ભણાવનાર આદિને ગોપવ્યા વિના ભણવું.