________________
જ્ઞાનમંજરી ક્રિયાષ્ટક - ૯
૨૬૯ (૬) સૂત્રોના વ્યંજનો : અક્ષરો-શબ્દો અત્યન્ત સ્પષ્ટ બોલવા. (૭) સૂત્રોના અર્થો યથાર્થ વિચારવા-મનમાં ધારવા. (૮) સૂત્રોના શબ્દો તથા અર્થો બરાબર જોડવા.
એવી જ રીતે બારમા ગુણઠાણે પ્રાપ્ત થતા યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી (દસમા ગુણઠાણા સુધી) નિરન્તર (સતત) ચારિત્રાચારનું પાલન કરવું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રકારના ચારિત્રાચારના પાલનની યથાર્થ ક્રિયા કરવી.
તથા પરમ એવું શુક્લધ્યાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તપાચારનું પાલન કરવું અનિવાર્ય છે. શરીર પ્રત્યેની અને આહારાદિ પરદ્રવ્ય પ્રત્યેની રાગાદિ સ્વરૂપ મોહદશાના ત્યાગનું છ પ્રકારનો બાહ્ય તપ પરમ સાધન છે અને અભ્યન્તરતપ કાષાયિક પરિણતિના ત્યાગનું પરમ સાધન છે. શુક્લધ્યાનના પ્રથમના બે પાયા પૂર્વધરને હોય છે અને છેલ્લા બે પાયા કેવલી ભગવંતને હોય છે.
તથા સર્વસંવરભાવની પ્રાપ્તિવાળી અયોગિગુણસ્થાનકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વિર્યાચારનું પાલન આવશ્યક છે.
(૧) પોતાના લબ્ધિવીર્યને ગોપવ્યા વિના ધર્મદેશનાદિ અનુષ્ઠાનોમાં વીર્યનું ફોરવવું. (૨) શાસ્ત્રમાં કહ્યું હોય તે રીતે સાવધાની પૂર્વક વીર્યનું ફોરવવું. (૩) પોતાની શક્તિને અનુસારે વીર્યનું ફોરવવું.
ઉપર કહેલા પંચાચારના પાલન વિના ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવની પ્રાપ્તિ થતી નથી. અને ક્ષાયિકભાવની પ્રાપ્તિ કર્યા વિના મોક્ષ થતો નથી. દર્શનગુણથી (વીતરાગ પરમાત્માના વચનો પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધાથી) આત્માના બીજા ગુણોમાં પ્રવૃત્તિ વધે છે. જો શ્રદ્ધાળુણ હોય તો તે વીતરાગ પ્રભુનાં શાસ્ત્રો ભણવાનું મન થાય એટલે જ્ઞાન વધે, તેમણે કહ્યા પ્રમાણે વર્તવાના ભાવ જાગે તેથી ચારિત્ર, તપ અને વીર્ય વધે, એમ આત્મગુણોની પ્રવૃત્તિ વધે છે. આત્મગુણોની પ્રવૃત્તિ એ જ ક્રિયા છે. આમ પંચાચારના પાલન રૂપ આ ક્રિયા દર્શનાદિ આત્મગુણોની નિર્મળતા માટે જરૂરી છે.
ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ કેવી રીતે થાય? તેનાં નિમિત્તોનું આલંબન લઈને ગુણોમાં જે પ્રવર્તન કરવું તેને જ આચાર કહેવાય છે. માટે આ પંચાચારના પાલન સ્વરૂપ ક્રિયા ગુણોની પૂર્ણતાની પ્રાપ્તિ માટે છે. અર્થાત્ ક્ષાયિકભાવની પ્રાપ્તિ માટે છે. તેથી ક્ષાયિકભાવની