SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ત્યાગાષ્ટક - ૮ ૨૩૧ પૌદ્ગલિક સુખની આશંસા રહિત, આ લોકના ભૌતિક સુખની આશંસા રહિત તથા પરલોકના ભૌતિક સુખની આશંસા રહિત કેવલ એકલા આત્મતત્ત્વના સ્વરૂપની સાધનાને અભિમુખી થયેલા એવા જીવનો બાહ્ય ઉપધિ, શરીર, અન્ન-પાન અને સ્વજનાદિ સંબંધી જે ત્યાગ તે તવ્યતિરિક્ત એવો નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. આ દ્રવ્યરૂપ પદાર્થનો ત્યાગ છે માટે દ્રવ્યત્યાગ કહેવાય છે. આગમ = જ્ઞાન આવ્યું પણ નથી અને આવવાનું પણ નથી. માટે તવ્યતિરિક્ત કહેલ છે. આ સઘળો અનેક ભેદવાળો દ્રવ્યત્યાગ જાણવો. હવે ભાવત્યાગ સમજાવાય છે. આત્માની અંદર રહેલા એવા અર્થાત્ અભ્યત્તર એવા રાગ-દ્વેષ-મિથ્યાત્વ (અજ્ઞાન) ઈત્યાદિ આશ્રવ સ્વરૂપ જે વિભાવદશાની પરિણતિ છે તેનો જે ત્યાગ તે ભાવત્યાગ કહેવાય છે તથા ક્ષાયોપથમિક ભાવનાં મતિ-શ્રુત અવધિમન:પર્યવ જે જ્ઞાનો તથા ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શન ઈત્યાદિ જ્ઞાન-દર્શન-વીર્ય વગેરે ગુણોની પરભાવથી (મોહના ઉદયથી) જે નિવૃત્તિ તે ભાવત્યાગ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્માના જે ગુણો છે તેમાં ભળી ગયેલો જે મોહનો ઉદય છે કે જે ગુણોને અનર્થના માર્ગે લઈ જાય છે. તે ગુણોને મોહની પરાધીનતામાંથી બચાવવા તે પણ ભાવત્યાગ કહેવાય છે. સારાંશ કે સમ્યજ્ઞાનપૂર્વક સમ્મચારિત્ર અને વીર્ય એમ બન્નેના મિશ્રણથી ઉત્પન્ન થયેલો જે શુદ્ધ આત્મપરિણામ અને અશુદ્ધિનો ત્યાગ તે ભાવત્યાગ જાણવો. હવે ત્યાગ ઉપર નયો સમજાવાય છે - नामस्थापनां यावत् नैगमसंग्रहौ, व्यवहारो विषगरानुष्ठानेन, ऋजुसूत्रेण कटुविपाकभीत्या, शब्दसमभिरूढौ तद्धेतुतया, एवम्भूतत्यागः सर्वथावर्जनं वर्जनीयत्वेन, अथवा अशनादिबाह्यरूपमाद्यनयचतुष्टये, अभ्यन्तरत्यागः शब्दादिनयत्रये इति भावना । स त्यागः करणीय इत्युपदिश्यते - (૧/૨) નૈગમનય અને સંગ્રહાયથી નામત્યાગ અને સ્થાપનાત્યાગને “ત્યાગ” કહેવાય છે. કારણ કે ત્યાગ શબ્દનું ઉચ્ચારણ કરતાં અથવા લખેલા ત્યાગશબ્દને વાંચતાં પણ ત્યાગના ભાવનું સ્મરણ થવાનો સંભવ છે. માટે નામત્યાગ અને સ્થાપનાત્યાગ એ પણ ત્યાગ છે. અહીં ઉપચારની પ્રધાનતા છે. વ્યવહારનયથી આ ભવના સુખની ઈચ્છાથી કરાતો ત્યાગ અને પરભવના સુખની ઈચ્છાથી કરાતો ત્યાગ એ પણ ત્યાગ કહેવાય છે. અર્થાત્ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન રૂપ ત્યાગ એ ત્યાગ છે. કારણ કે આ ભવના સુખની ઈચ્છા કે પરભવના
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy