________________
૨૩૦
ત્યાગાષ્ટક – ૮
જ્ઞાનસાર
ત્યાગ ઉપર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા સમજાવાય છે. તેમાં દ્રવ્ય અને ભાવ નિક્ષેપ આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે આવશે અને નોઆગમના જ્ઞશરીર, ભવ્યશરીર અને તદ્યતિરિક્ત એમ ત્રણ ભેદ આવશે. વિશેષાવશ્યકભાષ્યના આધારે આ બધા ભેદ-પ્રભેદ સમજાવાય છે.
(૧) ત્યાગ કરવો, છોડવું, તજી દેવું, આવા પ્રકારનો બોલવા રૂપ જે શબ્દાભિલાપ અથવા “ત્યાગ” એવું કોઈ પદાર્થનું નામ તે નામનિક્ષેપથી ત્યાગ કહેવાય છે. (૨) દશયતિધર્મના પૂજન આદિ પ્રસંગોમાં ત્યાગની અથવા ત્યાગીની કરાતી સ્થાપનાચિત્રાવલિ તે સ્થાપનાનિક્ષેપથી ત્યાગ કહેવાય છે.
(૩)
દ્રવ્યત્યાગના બે ત્રણ સમાસ ભિન્ન ભિન્ન રીતે થાય છે. વ્યેળ ત્યાગ: આ તૃતીયા સમાસ, દ્રવ્યસ્ય દ્રવ્યાનાં વા ત્યાગ: આ ષષ્ઠી સમાસ અથવા દ્રવ્યરૂપ: ત્યાગ: આ કર્મધારય સમાસ, આ પ્રમાણે જેમ જેમ સમાસ બદલીએ તેમ તેમ અર્થ બદલાય છે. ત્યાં દ્રવ્યત્યાય શબ્દનો જ્યારે તૃતીયા સમાસ કરીએ ત્યારે દ્રવ્યથી કરાયેલો જે ત્યાગ અર્થાત્ બાહ્યવૃત્તિમાત્ર વડે (બહારના વર્તનમાત્રમાં જ) કરાયેલો જે ત્યાગ અર્થાત્ ભવિષ્યમાં અથવા આવતા ભવમાં વધારે વધારે ઈન્દ્રિયો સંબંધી સુખ મળશે એમ ઈન્દ્રિયોના સુખની અભિલાષા રાખીને અથવા તેનો જ સતત ઉપયોગ રાખીને કરાયેલો જે ભૌતિકસુખનો ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે.
ષષ્ઠી સમાસ જો કરીએ તો આહાર અથવા ઉપધિ વગેરે જે જે પૌલિક પદાર્થ હોય છે. તે કોઈ એક દ્રવ્યનો કે અનેક દ્રવ્યનો જે ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે. અથવા ‘દ્રવ્યરૂપ: ત્યાગ:-દ્રવ્યત્વા: '' આમ કર્મધારય સમાસ કરીએ તો “કર્મ ખપાવવા રૂપ જે ભાવત્યાગ છે' તે નહીં પણ દ્રવ્યરૂપે જે ત્યાગ તે દ્રવ્યત્યાગ કહેવાય છે. તેના આગમથી જાણનારા જે જ્ઞાનીપુરુષ છે પણ પ્રરૂપણા કરવાના કાલે અનુપયોગી છે તે જ્ઞાન હોવાથી આગમ, પણ ઉપયોગ ન હોવાથી દ્રવ્યથી ત્યાગ કહેવાય છે. હવે જે નોઆગમથી દ્રવ્યત્યાગ છે તેના જ્ઞશરીર ભવ્યશરીર અને તતિરિક્ત એમ ત્રણ ભેદ છે.
ત્યાગના સ્વરૂપને જાણનારા જે જ્ઞાની હતા પણ આત્મા નિર્વાણ પામ્યા પછી આત્મા વિનાનું જ્ઞાયક આત્માનું જે કેવલ-એકલું શરીર તે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. પહેલાં ભૂતકાળમાં જ્ઞાન હતું માટે જ્ઞશરીર, આજે જ્ઞાન નથી માટે નોઆગમ. તથા હાલ જે લઘુશિષ્યાદિ છે, બાલમુનિ છે, નવદીક્ષિત છે, પણ ભવિષ્યકાલમાં જે ત્યાગના સ્વરૂપને જાણશે તે ભવ્યશરીર નોઆગમથી દ્રવ્યત્યાગ કહેવાય છે. કારણ કે ભવિષ્યમાં જાણકાર થવાને યોગ્ય છે માટે ભવ્ય. હવે તવ્યતિરિક્ત નામનો ત્રીજો ભેદ સમજાવાય છે.