SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫ ૪૬૧ ભગવન્તે કહેલા માર્ગ ઉપર જે આરૂઢ થયો છે, દ્રવ્યથી અને ભાવથી પરભાવદશા જેણે ત્યજી દીધી છે, વિભાવ-ભાવથી જે આત્મા નિવૃત્ત થયો છે, પોતાનું શુદ્ધ આત્મતત્ત્વ જેને બરાબર સમજાયું છે, પોતાના આત્મતત્ત્વની જેને સાચી રુચિ લાગી છે તે જ પ્રાપ્ત કરવાની જેને ઝંખના વધી છે, એવો ડાહ્યો થયેલો આ આત્મા સર્વ આશ્રવભાવોને ત્યજે છે સંવર ભાવવાળો અને નિર્જરાભાવવાળો બને છે. તેનાથી અલ્પકાળમાં જ સર્વકર્મનો ક્ષય કરીને આત્મામાં જે “પરમ આત્મતત્ત્વ” રહેલું છે. તેનો સાધક બને છે. આ કારણથી સ્વ અને પરના ભેદજ્ઞાન સ્વરૂપ વિવેકદશા પ્રાપ્ત કરવાનો આ જીવે નિરંતર અભ્યાસ કરવો જોઈએ. જેટલો વિવેક વહેલો જાગે, તેટલું વહેલું આ જીવનું કલ્યાણ થાય. ॥૮॥ પંદરમું વિવેકાષ્ટક સમાપ્ત
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy