________________
૫૧૮ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર સેનાને હણતા છતા વિચરે છે અર્થાત્ ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો આવે પણ ક્યાંય પ્રીતિ-અપ્રીતિ ન કરનારા, અલ્પમાત્રાએ પણ કષાયને ન કરનારા એવા આ મુનિ વિચારે છે માટે નિર્ભય છે. જ્યાં મોહની માત્રા હોય છે ત્યાં જ ભયભીતતા હોય છે. જ્યાં નિર્મોહતા હોય છે ત્યાં અવશ્ય નિર્ભયતા જ હોય છે.
પ્રશ્ન :- તેમની પાસે એવું શું બળ છે? તેઓની પાસે એવા પ્રકારની શું સહાય છે? કે જેની સહાયથી તેઓ મોહની સેનાને હણે છે અને નિર્ભય રહે છે.
ઉત્તર : - તેઓની પાસે “બ્રહ્માસ્ત્ર” છે. માટે કોઈથી ડરતા નથી. બ્રહ્માએ આપેલું જે શસ્ત્ર તે બ્રહ્માસ્ત્ર આવી લોકોક્તિ છે. તથા બ્રહ્મ એટલે આત્મજ્ઞાન-આત્માના સ્વરૂપનો બોધ. અનંતગુણી એવા આત્માની શુદ્ધ દશાના બોધમાં જ લયલીનતા, તેને પણ બ્રહ્મ કહેવાય. આવા શસ્ત્રને ધારણ કરીને મુનિ કોઈથી ડરતા નથી. આ મુનિ કોની જેમ ભય પામતા નથી? તો ઉદાહરણ કહે છે કે યુદ્ધના મોખરે ગર્જના કરતો જેમ ગજરાજ-શ્રેષ્ઠ હાથી ડરતો નથી તેમ મુનિ મોહની સાથે યુદ્ધમાં ડરતા નથી.
જે હાથી ઉપર બેસનારા રાજા પાસે બ્રહ્માએ આપેલું બ્રહ્માસ હોય તે રાજાને લઈને સામેના શત્રુ રાજાની સાથે યુદ્ધ ખેલવામાં જેમ ગજરાજ ભય પામતો નથી તેમ જ મુનિ મહારાજા પાસે આત્મતત્ત્વના સ્વરૂપનું ભાન - એટલે કે આત્મતત્ત્વની રમણતા રૂપ બ્રહ્માસ્ત્રનું અસ્તિત્વ છે તે મુનિમહારાજાના આત્માને ધારણ કરનારું તેમનું શરીર મોહની સાથે યુદ્ધમાં અલ્પમાત્રાએ પણ ભય પામતું નથી.
(૧) મુનિ મહારાજાનો દેહ તે નાગરાજ, (૨) મુનિ મહારાજાનો આત્મા તે હાથી ઉપર બેઠેલો રાજા, (૩) મોહરાજા તે સામેનો શત્રુરાજા, (૪) આત્મસ્વરૂપનું ભાન તે બ્રહ્માસ્ત્ર, આમ ઉપમા જાણવી.
જે મહાત્મા, આત્માના સ્વરૂપમાં જ લયલીન છે, પરદ્રવ્ય પ્રત્યે નજર પણ નાખતા નથી, પરદ્રવ્યની અપેક્ષા કે આશા પણ ક્યારેય કરતા નથી, પરંતુ પરભાવદશા જે અનાદિકાળથી ભૂતની જેમ વળગેલી છે તેનો ધ્વંસ કરવામાં જ જે ઉદ્યમશીલ છે તેવા મુનિ મહારાજાને ભય સંભવતો નથી તેઓ નીડર હોય છે.
પર-જીવદ્રવ્ય (પતિ-પત્ની, બાળકો, મિત્રો વગેરે) અને પર-પુગલદ્રવ્ય (ઘર-શરીરધન-સોનું રૂપુ વગેરે) આ પદાર્થોનો જ્યારે જયારે સંયોગ થાય છે ત્યારે ત્યારે આ જીવ રાજી રાજી થાય છે અને જ્યારે જ્યારે આ પરદ્રવ્યોના સંયોગનો વિનાશ (વિયોગ) થાય છે