________________
જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫
૧૬૭ છે. તે ગુણશ્રેણી કહેવાય છે. ગુણશ્રેણીના પ્રથમસમયે ઉપરથી લાવેલું કર્મદલિક નીચે પ્રથમસમયમાં થોડું, તેનાથી બીજા સમયમાં અસંખ્યાતગુણ, તેનાથી ત્રીજા સમયમાં અસંખ્યાતગુણ એમ ગુણશ્રેણીના અંતર્મુહૂર્તકાલના યાવત્ ચરમસમય સુધીના સર્વ સમયોમાં કર્મદલિકોનો નિક્ષેપ (રચના) કરે છે. આ તો ગુણશ્રેણીના પ્રથમ સમયે જે કર્મદલિક લાવ્યાં, તેનો નિક્ષેપવિધિ કહ્યો. એ જ પ્રમાણે બીજા-ત્રીજા-ચોથા આદિ સમયોમાં ઉપરની સ્થિતિમાંથી લાવેલાં કર્મદલિકોનો નિક્ષેપ પણ જાણી લેવો. આમ હોવાથી તે દ્વિતીયાદિ સમયોમાં લાવેલું કર્મદલિક પણ પ્રથમસમયે થોડું, બીજા સમયે અસંખ્યાતગણું અને ત્રીજા સમયે તેના કરતાં પણ અસંખ્યાતગણું આ પ્રમાણે ગુણશ્રેણી દ્વારા લાવેલા કર્મલિકોની ઉદયથી ભોગવાતી એવી નીચેની સ્થિતિમાં રચના કરે છે. આ ગુણશ્રેણીનો કાલ જો કે અંતર્મુહૂર્ત જ હોય છે. તો પણ તે અંતર્મુહૂર્ત કેટલા પ્રમાણનું લેવું? તે વાત ઉપશમનાકરણની મૂલગાથામાં કહે છે કે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના એક એક એમ બે અંતર્મુહૂર્ત ભેગાં કરીએ તેના કરતાં કંઈક અધિક એવો અંતર્મુહૂર્ત કાલ જાણવો. તથા નીચેની ઉદયથી ભોગવાતી સ્થિતિના જેમ જેમ સમય પસાર થાય, તેમ તેમ બાકી રહેલા સમયમાં જ ગુણશ્રેણીના દલિકનો નિક્ષેપવિધિ આ જીવ કરે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે. તેમ તેમ નિક્ષેપ માટે આગળ આગળ સમયો વધતા નથી. આ પ્રમાણે અપૂર્વકરણનું સ્વરૂપ સમાપ્ત થયું. હવે અનિવૃત્તિકરણનું સ્વરૂપ આ પ્રમાણે કહેલું છે.
__ अनिवृत्तिकरणस्य प्रथमसमये ये वर्तन्ते, ये च वृत्ताः, ये च वर्तिष्यन्ते, तेषां सर्वेषामपि समाना एकरूपा विशोधिः, द्वितीयसमयेऽपि ये वर्तन्ते ये च वृत्ताः ये च वर्तिष्यन्ते तेषामपि समा विशोधिः एवं सर्वेष्वपि समयेषु, नवरं पूर्वतः उपरितने अनन्तगुणाधिका विशोधिः चरमसमयं यावत् । अस्मिन् करणे प्रविष्टानां तुल्यकालानामसुमतां परस्परमध्यवसानानां या निवृत्तिावृत्तिः सा न विद्यते इत्यनिवृत्तिकरणम् ।
अनिवृत्तिकरणे यावन्तः समयास्तावन्ति अध्यवसायस्थानानि, पूर्वस्मात् पूर्वस्मात् अनन्तगुणवृद्धानि भवन्ति । अनिवृत्तिकरणाद्धायाः सङ्ख्येयेषु भागेषु गतेषु सत्सु एकस्मिन् भागे सङ्ख्येयतमे शेषे तिष्ठति अन्तर्मुहूर्तमात्रमधो मुक्त्वा मिथ्यात्वस्यान्तरकरणं करोति । अन्तरकरणकालश्चान्तर्मुहूर्तप्रमाणः । अन्तरकरणे च क्रियमाणे गुणश्रेणेः सङ्ख्येयतमं भागमुत्किरति, उत्कीर्यमाणं च दलिकं प्रथमस्थितौ द्वितीयस्थितौ च प्रक्षिपति, एवमुदीरणऽऽगालबलेन मिथ्यात्वोदयं निवार्य औपशमिकसम्यक्त्वं लभते । उक्तञ्च -